ન્યૂઝ ડેસ્ક: ઘરના વડીલો હોય કે ડોકટરો બધા એ વાતની પુષ્ટિ કરે છે કે દૂધ અને બદામનું યોગ્ય માત્રામાં સેવન શરીરને કુદરતી રીતે શક્તિ, ઉર્જા આપવાની સાથે-સાથે તેને રોગમુક્ત બનાવે છે. ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયની પ્રકિયાને સામાન્ય રાખે છે. ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા જણાવે છે કે, બદામ અને દૂધ બન્ને પોષક તત્વોથી (Badam Milk Benefits) ભરપૂર હોય છે. જાણો તે પોષકતત્વો (Milk Nutrients) વિશે
બદામ: ફેટી એસિડ, લિપિડ, એમિનો એસિડ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ યોગ્ય માત્રામાં મળી આવે છે. ખાસ કરીને, વિટામિન E, ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડના મુખ્ય સ્ત્રોતોમાંનું એક માનવામાં આવે છે. આ સિવાય તે ફાઈબર, આયર્ન અને ફોલેટ જેવા પોષક તત્વોથી પણ ભરપૂર છે.
દૂધ: દૂધને સંપૂર્ણ આહારની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમાં પાણી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, લિપિડ ફેટ, ખાંડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, પેન્ટોથેનિક એસિડ, વિટામિન A, વિટામિન B-6 સહિત B-12 જેવા વિટામિનો હોય છે. વિટામિન E, વિટામિન D, વિટામિન K, બીટા કેરાટિન, આયોડિન, રેટિનોલ અને કોલિનમાંથી ઘણા ખનિજો અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
આ પણ વાંચો:Problem Of Heart Blockage: જાણો હાર્ટ બ્લોકેજ વિશે અને રાખો આ તકેદારી
બદામ અને દૂધ શરીરમાં ટોનિકનું કામ કરે છે.
ડૉ.દિવ્યા જણાવે છે કે, બદામ અને દૂધને આહારનું આદર્શ સંયોજન માનવામાં આવે છે. જે શરીરમાં ટોનિકનું કામ કરે છે. આ બન્નેુ એકસાથે સેવન કરવાથી શરીરને રોગોથી બચવા માટે મજબૂત બનાવવામાં મદદ મળે છે. સાથે જ શરીરની પોષણની જરૂરિયાતો પણ પૂરી થાય છે. તેમાં રહેલા પૌષ્ટિક તત્વો આપણા માનસિક સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો કરે છે.
બદામ અને દૂધનું એકસાથે સેવન કરવાથી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે.
બદામ અને દૂધ કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર હોય છે, તેથી તેનું સેવન દરેક ઉંમરે સ્ત્રી અને પુરુષ બન્નેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અંકુશિત અને વય-યોગ્ય એટલે કે ઉંમર પ્રમાણે તેનું સેવન કરવાથી બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના હાડકાં મજબૂત અને આર્થરાઈટિસ અને ઑસ્ટિયોપોરોસિસ સહિત અનેક રોગો સામે રક્ષણ મળે છે.
- જ્યારે પણ દૂધ અને બદામનું એકસાથે સેવન કરવામાં આવે, ત્યારે બન્નેના પોષક તત્વો સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
- બદામમાં પ્રોટીન હોય છે, જે આપણા મગજની કાર્યક્ષમતામાં સુધારો કરવાની સાથે મગજના કોષોને રિપેર કરે છે.બદામના દૂધના ફાયદાઓ અંગે કરવામાં આવેલા ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે તેના સેવનથી યાદશક્તિ તેજ થાય છે.
- બદામ અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને જરૂરી માત્રામાં એનર્જી પણ મળે છે, જેનાથી થાક અને નબળાઈ ઓછી લાગે છે. શરીરમાં પૂરતી માત્રામાં ઉર્જા હોવાને કારણે વ્યક્તિ દિવસભર ઉર્જાવાન અનુભવે છે.
- ઓછા વજન જેવી સમસ્યાથી પરેશાન એવા લોકો માટે પણ દૂધ અને બદામનું એકસાથે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક નીવડે છે.
- બદામ દૂધમાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને બાળકોને નિયમિતપણે બદામનું દૂધ આપવાથી તેમનામાં દ્રષ્ટિની ખામી જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
- બદામ અને દૂધનું એકસાથે સેવન ન માત્ર આંતરિક સ્વાસ્થ્ય માટે પણ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. બદામ અને દૂધ બન્ને વિટામિન E, કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેનું સેવન ત્વચા અને વાળ કુદરતી રીતે સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
બદામનું દૂધ નિયંત્રિત માત્રામાં પીવું જોઇએ
ડૉ. દિવ્યા એ પણ કહે છે કે, બદામનું દૂધ ભલે દરેક રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે, પરંતુ તેનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું જોઇએ. આ સિવાય તેના સેવનથી કોઈ રોગ કે સમસ્યા જેવી કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પણ નુકસાન થઈ શકે છે. જેમ કે, બદામમાં પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે, આ સંજોગોમાં જે લોકોને કિડની કે લિવરની સમસ્યા છે, તેમણે ડૉક્ટરને પૂછ્યા પછી જ બદામનું દૂધ અથવા બદામ સાથે દૂધનું સેવન કરવું જોઈએ કારણ કે, પોટેશિયમની વધુ માત્રા કિડનીને હાનિ પહોંચાડે છે.
અખરોટની એલર્જી હો. તેમને આ તકેદારી રાખવી
આ સિવાય કેટલાક લોકો જેમને અખરોટની એલર્જી અથવા લેક્ટોઝ એલર્જી હોય તેઓએ પણ બદામના દૂધનું સેવન ટાળવું જોઈએ. આટલું જ નહીં, જે લોકોને થાઈરોઈડ અને હાઈ લેવલ ડાયાબિટીસની સમસ્યા હોય, જેમનું પાચનતંત્ર નબળું હોય અને જેમને શ્વાસ લેવામાં તકલીફ હોય, તેમણે પણ ડૉક્ટરની સલાહ લીધા પછી બદામનું દૂધ અથવા બદામ અને દૂધનું એકસાથે સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો:Hair fall Problems: વાળ ખરવાથી પરેશાન છો તો આ સાવધાની રાખો