ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

શું તમે ચોમાસામાં તંદુરસ્ત અને યોગ્ય આહાર ગ્રહણ કરો છો ? - Are You Eating Right During Monsoons?

પેટમાં તકલીફ થાય છે તો એનો મતલબ એમ કે, તમે યોગ્ય આહાર નથી લેતાં. તમે સાંભળ્યું હશે કે ઘણાં લોકો ખાસ ઋતુમાં દૂધ અથવા દહીં ભોજનમાં લેતાં નથી. શું આ પાછળનું કારણ તમે જાણો છો ?

Are You Eating Right During Monsoons?
શું તમે ચોમાસામાં તંદુરસ્ત અને યોગ્ય આહાર ગ્રહણ કરો છો ?

By

Published : Jul 27, 2020, 10:50 PM IST

ન્યૂઝ ડેસ્કઃ પેટમાં તકલીફ થાય છે તો એનો મતલબ એમ કે, તમે યોગ્ય આહાર નથી લેતાં. તમે સાંભળ્યું હશે કે ઘણાં લોકો ખાસ ઋતુમાં દૂધ અથવા દહીં ભોજનમાં લેતાં નથી. શું આ પાછળનું કારણ તમે જાણો છો ?

નિષ્ણાત ડો. કલ્પેશ રમેશલાલ બાપના, એમડી આયુર્વેદિક ફાર્માસ્યુટિકસ, કલ્પાયુ હેલ્થ કેર ક્લિનિક પુણે, કહે છે કે, “આયુર્વેદમાં ત્રણ દોષ હોય છે, એટલે કે વાત, પિત્ત અને કફ. ચોમાસા દરમિયાન, વાતાવરણીય પરિસ્થિતિઓ અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થતી વાયુઓને લીધે, વાત વધુ તીવ્ર બને છે, જેનાથી નબળું પાચન થાય છે. પિત્તથી ગરમી થાય છે, તે તેની માત્રામાં વધારો કરે છે અને પાચનમાં ખલેલ પહોંચાડે છે ”.

શું અવગણવું ?

  • આ સમય દરમિયાન જળાશયોમાં ઉપલબ્ધ પાણી પચવા માટે ભારે હોય છે. પાણીને ગરમ કરીને પીવું જોઈએ. જેથી તે પાચન સરળ રીતે થઈ શકે.
  • બહારનું ખાવું જોઈએ નહીં.
  • લીલાં શાકભાજી ઓછા ખાવા જોઈએ, કારણ કે તે વરસાદના પાણીથી બગડી ગયાં હોય છે.
  • દહીં ના ખાવું જોઈએ. તેનાથી પચવામાં તકલીફ પડે છે.
  • નોન વેજ ના ખાવું જોઈએ. ખાસ કરીને રેડ મીટ.
  • ડુંગળી અને લસણનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. તેનાથી પાચન ધીમું થાય છે અને તમારા મગજને અસર કરે છે.
  • બેકરી આઈટમ જેમ કે, કેક અને બ્રેડ ના ખાવી. તે પચવા માટે વધારે પાણી જોઈએ.
  • ઈડલી, ડોસા અને ઉત્તપ્પા ખાવા જોઈએ નહીં. પરંતુ દક્ષિણ ભારતમાં લોકો તે રોજિંદા ઉપયોગમાં લે છે. તે લોકોને વધારે અસર થતી નથી.

શું કરવું જોઈએ ?

  • આહારમાં આદુ, લવિંગ, તજ અને તુલસીનો ઉપયોગ કરવો.
  • હળવો અને તાજો આહાર લેવો. ચોખા અને ઘઉંનો ઉપયોગ કરવો.
  • ગાયનું ઘી, મસૂરની દાળ, ભાત અને ઘઉંનો ઉપયોગ કરી શકો છો.
  • જમતા પહેલા સિંધાળુ અને આદુનો ઉપયોગ કરવો.
  • સૂપમાં મીઠાનો ઉપયોગ કરવો.

ચોમાસામાં ભારે ખોરાક ગ્રહણ કરવાનું ટાળવું જોઈએ. આ ઋતુમાં આપણી પાચનક્રિયાને સૌથી વધારે અસર થાય છે. તેથી જમવામાં આદુ અને બીજા તાજા મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ સાથે, એક તંદુરસ્ત દિનચર્યા પણ મહત્વની છે.

ABOUT THE AUTHOR

...view details