તાજેતરમાં, જર્નલ 'નેચર કોમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત સંશોધનમાં ઉલ્લેખ છે કે, આલ્કોહોલનું સેવન ભલે ગમે તેટલું ઓછું હોય, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક (Health effects of alcohol consumption) જ છે. યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સંશોધકોએ કરેલા સંશોધનમાં 36 હજારથી વધુ વયસ્કોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંશોધનના પરિણામોમાં માહિતી સામે આવી છે કે, પ્રતિદિન એક કે બે ડ્રિંક પીવાથી પણ વ્યક્તિના મગજમાં પરિવર્તન આવે છે. આ ઉપરાંત, આ રિસર્ચમાં એ પણ ઉલ્લેખ છે કે, વધુ આલ્કોહોલ પીવાથી મગજની રચનામાં થતા ફેરફારો (Alcohol bad for Mental Health) વિશે જણાવામાં આવ્યું છે. માહિતી એવી છે કે, લોકો વધુ આલ્કોહોલ પીવે છે તેમના મગજની રચના અને આકાર બદલાય છે, જેની અસર યાદશક્તિ પર પડે છે.
જાણો સ્ત્રી અને પુરૂષ કેટલી માત્રામાં આલ્કોલ કરી શકે
સંશોધનમાં લેખક ગિદોને જણાવ્યું હતું કે, "અભ્યાસમાં ઉપયોગમાં લેવાતા નમૂનાઓમાં બિયર પીનારાઓની વધુ સંખ્યાને જોતાં, સંશોધકોએ અડધોઅડધ પીવાના શરીર પર થતી અસરો (alcohol bad for health) પણ વિશ્લેષણ કર્યું હતું. સંશોધનના પરિણામોએ એ પણ માન્યતા આપી છે કે, આ અભ્યાસના તારણો મર્યાદિત માત્રામાં શરાબ પીવાના ફાયદાઓથી એકદમ વિપરીત છે. ઉલ્લેખનીય છે કે,નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમ મુજબ ,સ્ત્રીઓ દરરોજ એક પૈગનુ સેવન તથા પુરુષો બે પૈગનું સેવન કરી શકે છે, પરંતુ આ સંશોધનમાં જણાવાયું છે કે, આ મર્યાદા પણ મગજને નુકસાન પહોંચાડી શકે છે.
આલ્કોહોલનું સેવન અનેક અંગો માટે નુકસાન
આ પહેલા ઓછા કે વધુ માત્રામાં આલ્કોહોલના સેવનથી શરીરના અંગો પર થતી અસર અંગે કેટલાક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, આલ્કોહોલનું સેવન એકસાથે અનેક અંગોને નુકસાન પહોંચાડે છે. આ માત્ર લીવર અને હાર્ટને જ નહીં, પણ મગજને પણ અસર કરે છે. આલ્કોહોલની એક ચુસ્કી માત્ર 30 સેકન્ડમાં મગજમાં દારૂ લાવવા માટે પૂરતી છે. વર્ષ 2015માં પ્રકાશિત સંશોધનમાં એ પણ ઉલ્લેખ હતો કે, આલ્કોહોલનું વધુ કે ઓછું સેવન બન્ને શરીરને અસર કરી શકે છે.
જાણો આ મહત્વની બાબત વિશે
સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, "લિવરમાં એવા એન્ઝાઇમ હોય છે, જે આલ્કોહોલને તોડવામાં સક્ષમ હોય છે, પરંતુ સંપૂર્ણ રીતે નહીં". યકૃતનું કાર્ય શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવાનું હોય છે. આલ્કોહોલ પણ હાનિકારક પદાર્થોમાં આવે છે, પરંતુ આલ્કોહોલ પ્રથમ વખત લીવર સુધી પહોંચે છે પણ તે સંપૂર્ણપણે તુટતુ નથી. તેના લીધે તે શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે અને શરીરના અલગ-અલગ અંગો પર ફેરફારો અને અસર કરે છે.
આ પણ વાંચો:Animal to human transplantation: શું ભવિષ્યમાં પ્રાણીથી માનવ પ્રત્યારોપણ સફળ થઈ શકે છે?