ન્યૂઝ ડેસ્ક: પ્રદૂષણ, ખાસ કરીને આબોહવામાં વધતુ પ્રદૂષણ (Air Pollution) , પુખ્ત વયના લોકો અને બાળકોમાં શારીરિક રોગો અને સમસ્યાઓનું (Air Pollution Effects In childrens) કારણ સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ ઉંડી અસર કરે છે. બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણને કારણે બાળકોમાં ADHD જેવી માનસિક સમસ્યાઓનું (ADHD Problem) જોખમ ઝડપથી વધી રહ્યું છે.
વધુ વાયુ પ્રદુષણવાળા વાતાવરણની ગંભીર અસર બાળકોમાં
સંશોધનમાં ઉલ્લેખ છે કે, વધુ વાયુ પ્રદુષણવાળા વાતાવરણમાં બાળકો હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ADHD અને હાયપરએક્ટિવ ડિસઓર્ડરનો શિકાર બને છે. સંશોધન દર્શાવે છે કે, હવામાં રહેલા પ્રદૂષણના નાના કણોને કારણે થતા ચેપના પ્રભાવ હેઠળના બાળકોમાં વર્તણૂકીય સમસ્યાઓ, ખાસ કરીને ADHD થવાનું જોખમ વધે છે. આ સંજોગોમાં જે બાળકો હરિયાળા અને ઓછા પ્રદૂષિત વિસ્તારોમાં રહે છે, તેમને આ સમસ્યાનું જોખમ 50 ટકા જેટલું ઓછું રહે છે.
જાણો આ સંશોઘન વિશે
'એનવાયરમેન્ટ ઈન્ટરનેશનલ' જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં વર્ષ 2000થી 2001 દરમિયાન જન્મેલા બાળકોના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો હતો. આ સંશોધનમાં, બાર્સિલોના ગ્લોબલ હેલ્થના મટિલ્ડા વાન ડેન બાશની અધ્યક્ષતામાં સંશોધકોએ કેનેડાના વૈન્કૂવરમાં 37 હજાર બાળકોના આરોગ્ય રેકોર્ડમાંથી ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંથી ADHDના 1,217 કેસ નોંધાયા હતા, જે કુલ અભ્યાસમાંથી બાળકોના લગભગ 4.2 ટકા હતા.
આ સંશોધનમાં કાયદાકિય ડેટાનો આધાર
સંશોધન માટે, સંશોધકોએ ADHD સંબંધિત કેસોનો ડેટા હોસ્પિટલના રેકોર્ડ્સ અને ડોકટરો પાસે નોંધાયેલા પ્રિસ્ક્રિપ્શનોમાંથી મેળવ્યો હતો. આ ઉપરાંત, પીડિત બાળકોના ઘરની આસપાસના વાતાવરણની માહિતી મેળવવા માટે સેટેલાઇટની તસવીરો તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને પીએમ 2.5 અને ધ્વનિ પ્રદૂષણને લગતા ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશોધનમાં, આ ત્રણ પર્યાવરણીય પ્રદૂષકો અને ADHD વચ્ચેના જોડાણ વિશે માહિતી મેળવવા માટે આંકડાકીય મોડલનો ઉપયોગ કરાયો હતો.
આ પણ વાંચો:Reverse Walking Benefits: પીઠ અને ઘુંટણના દર્દથી પીડાવ છો, તો રિવર્સ વોકિંગ કરશે મદદ