નવી દિલ્હી: આરોગ્ય નિષ્ણાંતોએ સોમવારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોવિડ-19 (COVID 19 Case India) દરમિયાન 10માંથી 9 લોકોએ અમુક અંશે દ્રષ્ટિ ગુમાવી છે. તેનુ તથ્ય એ છે કે, મોટાભાગના લોકોએ તેમની નિયમિત આંખની તપાસ અને પોસ્ટ-પેન્ડેમિક લોકડાઉન દરમિયાન ફોલો-અપ્સ છોડી દીધા છે.
90 ટકા દર્દીઓએ અમુક અંશે દ્રષ્ટિ ગુમાવી જાણો શું કામ?
ડાયાબિટીક રેટિનોપેથી (Diabetic retinopathy treatment) અથવા વય-સંબંધિત ડિજનરેશન જેવા રેટિના રોગોમાં શરૂઆતમાં થોડા અથવા હળવા લક્ષણો હોય છે, જેનુ આંખની તપાસ અથવા સ્ક્રીનીંગ દ્વારા જ સામે આવે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો આ પરિસ્થિતિઓ આંખોને ગંભીર નુકસાન પહોંચાડે છે. મુંબઈ રેટિના સેન્ટરના (Retina Center Mumbai) CEO વિટ્રેઓરેટિનલ સર્જન ડૉ. અજય દુદાનીએ IANSને કહ્યું, કોવિડની પ્રથમ અને બીજી લહેર (Second Wave of Corona) દરમિયાન નબળા ફોલો-અપને કારણે 90 ટકા દર્દીઓએ અમુક અંશે દ્રષ્ટિ ગુમાવી દીધી છે. ખાસ કરીને AAMDથી પીડિત દર્દીઓમાં આ સમસ્યા જોવા મળી છે. આ દર્દીઓ મોટે ભાગે તેમના ઇન્ટ્રાવિટ્રીયલ ઇન્જેક્શન લેવાનું ચૂકી ગયા હતા જેના કારણે આ સમસ્યા ઝડપથી આગળ વધી હતી.
જાણો બેંગલુરુના વરિષ્ઠ વિટ્રીઓ-રેટિનલ કન્સલ્ટન્ટનું શું કહેવું છે?
નારાયણ નેત્રાલય આઇ ઇન્સ્ટિટ્યૂટ, બેંગલુરુના વરિષ્ઠ વિટ્રીઓ-રેટિનલ કન્સલ્ટન્ટ ડૉ. ચૈત્રા જયદેવાએ જણાવ્યું હતું કે, કોવિડના ભયને કારણે, છેલ્લા 3-4 મહિનામાં નિયમિત આંખની તપાસ કરવાનું ટાળ્યું છે. જેના કારણે નિદાન અને સારવારમાં વિલંબ થયો છે, જે લાંબા ગાળે દ્રષ્ટિ માટે હાનિ પહોંચાડે છે. ડોકટરોએ જણાવ્યું હતું કે, રોગને કાબૂમાં લેવા અને દ્રષ્ટિ ગુમાવવાથી બચવા માટે વહેલાસર નિદાન અને સારવાર લેવી આવશ્યક છે.
આંખોની સમયસર સારવાર લેવી અતિઆવશ્યક