ગુજરાત

gujarat

ETV Bharat / sukhibhava

બ્લડપ્રેશરને સામાન્ય રાખવા માટેના 5 યોગસન - બ્લડપ્રેશરને સામાન્ય રાખવા માટેના 5 યોગસન

વૈજ્ઞાનિક રીતે એ વાત સાબિત થઇ ગઇ છે કે યોગ ઘણા રોગ અને ખરાબ સ્વાસ્થ્ય સ્થિતિમાં પણ કારગત સાબિત થઇ શકે છે. અત્યારે જ્યારે લોકો અગાઉ કરતાં અનેક ઘણા વધારે સ્ટ્રેસમાંથી પસાર થઇ રહ્યાં છે ત્યારે શક્યતા છે કે છે લોકોનું બ્લડપ્રેશર વધી શકે છે. આ સ્થિતિમાં યોગ લોકોને આ સ્થિતિ મદદરૂપ થઇ શકે છે. અહીંયા અમે 5 યોગાસનો આપી રહ્યાં છીએ જે તમારા બ્લડપ્રેશનને નીચું રાખવામાં મદદ કરશે.

બ્લડપ્રેશરને સામાન્ય રાખવા માટેના 5 યોગસન
બ્લડપ્રેશરને સામાન્ય રાખવા માટેના 5 યોગસન

By

Published : May 18, 2021, 7:38 PM IST

  • યોગ શરીર અને મનને રાખે છે સ્વસ્થ્ય
  • વૈજ્ઞાનિક રીતે થયું છે સાબિત કે યોગ સ્વાસ્થ્ય માટે સારું
  • બ્લડપ્રેશર નોર્મલ રાખવામાં યોગ કારગત થયું સાબિત

ન્યૂઝ ડેસ્ક: જ્યારે માણસનું બ્લડપ્રેશર વધારે હોય ત્યારે તેને હાઇપરટેન્શન છે તેવું તારણ કાઢવામાં આવે છે. મોટા ભાગે આ સ્વાસ્થ્ય સમસ્યા ઉંમર સાથે આવે છે પણ અત્યારના એક અભ્યાસ પ્રમાણે નાની ઉંમરના લોકો કે જેઓ સ્ટ્રેસ ભર્યા વાતાવરણમાં જીવે છે તેમને પણ હાઇપરટેન્શન આવવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિને મેડિટેશન, આરોગ્યપ્રદ આહાર અને સારી લાઇફ સ્ટાઇલથી સુધારી શકાય છે.

આ બધા ઉપરાંત યોગ આ સ્થિતિનો યોગ્ય ઉપાય મેળવવામાં મદદ રૂપ થાય છે જેમકે આ શરીર અને મનને રિલેક્સ કરે છે અને ઇમ્યુનિટી વધારવામાં મદદ રૂપ થાય છે. એટલા માટે ઇટીવી ભારતની સુખીભવની ટીમ તમારા સાથે કેટલાક યોગાસન શેર કરશે જે તમારું હાઇપર ટેન્શન ઓછું રાખવામાં મદદ રૂપ થશે.

બાળક પોઝ(શીશુઆસન)

શીશુઆસન
  • તમારા ઘુંટણ પર જમીન પર બેસો અને આરામ કરો
  • તમારા પગની આંગળીઓ પાસે રાખો અને ઢીંચણને પહોળા કરો
  • હવે ધીમે ધીમે આગળની તરફ જુકો અને તમારું માથું જમીનને અડાડો. જો તમે આમ નથી કરી શકતા તો બન્ને હાથની મુઠ્ઠીઓ વાળીને માથાના નીચેના ભાગે રાખો અને માથાને થોડો સહારો આપો.
  • તમે તમારી હથેળીઓને ચટાઇ પર નીચેની તરફ રાખીને હાથ ફેલાવી શકો છો અથવા હથેળીઓને ઉપરની તરફ રાખીને જાંઘ પાસે પણ રાખી શકો છે.

વધુ વાંચો:તમારા બાળકોને રોજ યોગ કરવાની ટેવ પડાવો

બેસીને આગળ વળો (પશ્ચિમોતાસન)

પશ્ચિમોતાસન
  • જમીન પર ટટ્ટાર બેસો, કમર સીધી રાખો અને બંને પગને તમારી સામે સીધા રાખો.
  • શ્વાસ લો, બન્ને હાથને માથા પાસે ટટ્ટાર રાખો અને ધીમે ધીમે આગળની તરફ જૂકો અને શ્વાસ બહારની તરફ કાઢો.
  • તમારા પગના અંગુઠા પકડવાો પ્રયત્ન કરો પણ પોતાની જાતને વધારે સ્ટ્રેચ ન કરો જેટલા વળી શકે એટલા વળો.
  • હવે શ્વાસ લો અને ઉભા થાઓ અને આ પ્રક્રિયા બે થી ત્રણ વખત કરો.
  • હવે ફરી વાંકા વળો અને તેજ સ્થિતિમાં 20 થી 60 સેકન્ડ માટે રહો. ઉંડો શ્વાસ લો અને ફરી સામાન્ય સ્થિતિમાં આવો.

બટરફ્લાય પોઝ (બધાકોનાસન)

  • જમીન પર બેસો અને તમારા પગ અને કમરને સીધી રાખો.
  • તમારા ઢીંચણને વાળીને જાંઘની પાસે લાવો. તમારા પગની પાનીને જોડો. અને બન્ને પગે હાથથી પકડી લો.
  • શ્વાસ લો અને તમારા પગને ઉપરની તરફ લઇ જાઓ અને શ્વાસ છોડો અને પગને નીચેની તરફ લઇ જાઓ. આ પ્રક્રિયા 15થી 20 વખત કરો પછી તમારા પગને સીધા કરો અને આરામ કરો.

વધુ વાંચો:સ્તનપાન કરાવતી માતાઓ માટે યોગા

બ્રિજ પોઝ ( સેતૂ બંધ આસાન)

બ્રિજ પોઝ
  • જમીન પર ચત્તા સુઇ જાઓ અને પગને વાળો અને પગના તળીયાને જમીન પર રાખો. બંને એડીઓને સાથે રાખો અને જેટલું તમે તમારી જાંઘથી નજીક રાખી શકો તેટલી નજીક રાખો.
  • તમારા હાથને તમારા શરીરથી નજીક રાખો અને હથેળી જમીન પર અડે તેવી રીતે રાખો.
  • હવે શ્વાસ લો અને તમારો ખંભો અને જાંઘને ઉપરની તરફ લઇ જાઓ, એક થી બે મીનિટ રાખો ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પાછા આવો
  • 5 થી 10 વખત આ આસન કરો.

કોબ્રા સ્ટ્રેચ ( ભૂજંગઆસન)

કોબ્રા સ્ટ્રેચ
  • જમીન પર ઉંઘા સુઇ જાઓ, પગને નજીક રાખો અને હાથને પોતાના શરીરની પાસે રાખો
  • તમારા હાથને ખંભાની પાસે રાખો અને હથેળી જમીન પર રાખો અને શરીરને ધીમે ધીમે ઉપરની તરફ લો.
  • શરીરને 15 થી 30 સેકન્ડ તે સ્થિતિમાં રાખો અને પછી જમીન પર સુઇ જાઓ.

આ બધા જ આસન તમારા શરીરને રિલેક્સ અને સ્ટ્રેસ ફ્રી રાખશે. યોગ ફક્ત તાણને ઓછી કરે છે તેવું નથી પણ રક્તપરિભ્રમણ પણ યોગ્ય કરે છે. આમ તો બ્લડ પ્રેશર વજન સાથે સંકળાયેલું છે યોગ કરવાથી તમારું વજન પણ પ્રમાણસર રહેશે.

ABOUT THE AUTHOR

...view details