- નાગરવેલનું પાન સ્વાસ્થ્ય માટે છે લાભદાયક
- અનેક બિમારીઓમાં છે ઉપયોગી
- પાચનથી માંડીને ડાયાબિટીસમાં છે ઉપયોગી
ન્યૂઝ ડેસ્ક: લગ્નના જમણવારમાં અથવા ભારતીય થાળી જમ્યા પછી મીઠાઇ આરોગવાનું મહત્વ છે તેવી જ રીતે પાન, એટલે કે સોપારીવાળું પાન ખાનું પણ ખાસ મહત્વ છે. આવું એટલા માટે છે કે એવું માનવામાં આવે છે કે પાન પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે પણ જેટલું આ પાન સ્વાદિષ્ટ છે તેટલા જ તેમાં ઔષધિય ગુણો પણ છે. નાગરવેલનું પાન પિપેરેસી કૂળનું છે અને તેનું બૉટનિકલ નામ પાઇપર બેટલ છે જેને આપણે બોલ ચાલી ભાષામાં પાન પણ કહીએ છીએ. તે અનેક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાં ઉપચાર કરે છે.
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી (NCBI)ના એક આર્ટિરલાં જણાવવામાં આવ્યું હતું કે નાગરવેલના પાન શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ સિવાય પાનના ઉપયોગથી મોઢાના રોગ પણ દૂર થાય છે અને ડાયાબિટિસને રોકવામાં મદદ રૂપ થાય છે. આ પાન ઇમ્યુનસિસ્ટમ અને હૃદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત પાનમાં એન્ટીઑક્સિડન્ટ, એન્ટિ ડાયાબિટિક, એન્ટી કેન્સર, એન્ટી અલસર ગુણ છે. જાણકારો એવું પણ કહે છે કે આ પાન માથાના દુખાવા, આંખોની સ્થિતિ, કાનના દુખાવા, મોઢાના રોગ, શરદી-ખાંસીમાં ફાયદાકારક છે. આ ઉપરાંત શ્વાસની તકલીફમાં પણ આ પાનનું સેવન ફાયદાકારક છે.
જો આપણે આ પાનમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પાણી, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, ફાઇબર, ક્લોરોફિલ, કાર્બોહાઇડ્રેડ, નિકોટીન એસિડ, વિટામીન સી અને એ,રિબોફ્લેવિન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, આયોડિન અને આયોડિનથી હોય છે. આ પાનનું સેવન કરવાથી અનેક બિમારીઓ રાહત મળે છે તેમાંથી કેટલીક બિમારીનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1) પાચનમાં સુધારો
પાનને ચાવવાથી મોઢામાં વધુ પ્રમાણમાં લાળ ઉત્પન્ન થાય છે. જેનાથી વધુ એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે જે પાચનક્રિયામાં મદદ રૂપ થાય છે. પાનમાં એન્ટિઑક્સિડન્ટ ગુણ પણ હોય છે જે પાચનતંત્રમાં હાનિકરક તત્વો જેવા કે રેડિલ્સ અને ટૉક્સિન્સને દૂર કરે છે. તે પેટમાં પીએચ અસંતુલિત કરનાર એસિડીટીને પણ ઓછી કરે છે. ગેસ અને કબજિયાતને પણ રાહત આપે છે સાથે જ ભૂખ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
2) દાંતના સ્વાસ્થ્ય માટે પણ છે લાભકારી
આમ તો પાન માઉથ ફ્રેશનર તરીકે જાણીતું છે જે શ્વાસની દુર્ગંધમાંથી મુક્તિ અપાવે છે. જો કે આ પાનના આ ઔષધિય ગુણો કિટાણુઓ, બેક્ટેરિયા અને મોઢાના રોગ પેદા કરતા જીવાણુઓનો પણ નાશ કરે છે. આ પાન ચાવવાથી દાંત સડવાની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે. પેઢા અને દાંત મજબૂત થાય છે મોઢામાંથી જો લોહી નિકળતું હોય તો તેમાં પણ ફાયદો થાય છે.
વધુ વાંચો:ગર્મીઓમાં શરીરને ઠંડક પહોંચાડે છે ઠંડાઇ
3) શરદી અને ઉધરસ ઓછી કરે છે
આ પાન શ્વાસની તકલીફ ઓછી કરવામાં મદદ રૂપ થાય છે. ઉધરસ, છાતી અથવા ફેફસામાં ઇન્ફેક્શન, અસ્થમા જેવી બિમારીઓમાં તે ખૂબ જ મદદરૂપ થાય છે. ફક્ત તેને ખાવાથી જ નહીં પણ તેને ગરમ કરીને છાતી પર લગાવવાથી પણ શ્વાસના અનેક રોગમાં રાહત મળે છે. સાથે જ આમાં હાજર એન્ટીબાયોટિક ગુણ કફ ઓછા કરે છે. પાનને પાણીમા ઉકાળીને કોગળા કરવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે.
4) મૂત્રોત્સર્જન માટે લાભદાયક
પાનને મૂત્રોત્સર્જન માટે સારું માનવામાં આવે છે. આ પાનનું સેવનએ લોકો માટે વધારે સારું માનવામાં આવે છે જેમને પેશાબ ઓછો થાય છે અથવા પેશાબ સાથ જોડાયેલી અન્ય કોઇ તકલીફ છે.