ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડામાં યોજાયો યુવા મહોત્સવ, કોરોના થીમ પર રજૂ થયાં કાર્યક્રમ - Cultural program in Kaprada

કોરોના હજુ ગયો નથી પણ હળવા થયેલા નિયમો બાદ સ્કૂલો શરૂ થઈ છે. ત્યારે કપરાડા તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ આજે માંડવાની મોડેલ સ્કૂલમાં યોજાયો હતો. જેમાં રજૂ થયેલ વિવિધ સ્પર્ધામાં કોરોનાની થીમ જોવા મળી હતી. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિ દ્વારા કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા મેસેજ અપાતાં જોવા મળ્યાં હતાં.

કપરાડામાં યોજાયો યુવા મહોત્સવ, કોરોના થીમ પર રજૂ થયાં કાર્યક્રમ
કપરાડામાં યોજાયો યુવા મહોત્સવ, કોરોના થીમ પર રજૂ થયાં કાર્યક્રમ

By

Published : Aug 25, 2021, 8:09 PM IST

  • આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે યુવા મહોત્સવનું થયું આયોજન
  • 150 વિધાર્થીઓએ સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગમાં ભાગ લીધો
  • 3 વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં 15 વર્ષથી 29 વર્ષ સુધીના યુવાઓએ ભાગ લીધો



    કપરાડાઃ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કપરાડા તાલુકાનો 23મો યુવા મહોત્સવ કપરાડા તાલુકા મામલતદાર કલ્પેશભાઈ સુવાળાના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુવા મહોત્સવના આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં રહેલી સાહિત્ય કલા અને સાંસ્કૃતિક પ્રત્યેની સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેઓને એક પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવે તે માટેનો હતો. જે અંતર્ગત આજે કપરાડા તાલુકાના માંડવા ગામે મોડેલ સ્કૂલ ખાતે 23મો યુવા મહોત્સવ યોજાયો હતો.
    વિવિધ સ્પર્ધામાં કોરોનાની થીમ જોવા મળી હતી



વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી

વિદ્યાર્થીઓએ ત્રણ વિભાગમાં વિવિધ કલાકૃતિઓ અને સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં સાહિત્ય. કલા અને સંસ્કૃતિ આ ત્રણેયના સુગમ સમન્વય દ્વારા આયોજિત સ્પર્ધામાં કુલ 15 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ભજન સ્પર્ધા, દેશભક્તિ ગીત, ચિત્ર સ્પર્ધા સહિતની અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ પોતાની પ્રતિભાઓના દર્શન કરાવ્યાં હતાં.

3 વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં 15 વર્ષથી 29 વર્ષ સુધીના યુવાઓએ ભાગ લીધો
કોરોના મહામારીને અનુલક્ષી વિવિધ કૃતિઓની થીમ જોવા મળી વલસાડ જિલ્લામાં હાલ કોરોનાનો માત્ર એક જ કેસ એક્ટિવ છે.જોકેે હજુ વલસાડ જિલ્લો કોરોનામુક્ત થયો નથી. પરંતુ કોરોના ગાઈડલાઈનના નિયમો હળવા થયા બાદ પ્રથમવાર આયોજિત કરવામાં આવેલા આ યુવા મહોત્સવમાં દરેક કૃતિઓમાં ક્યાંકને ક્યાંક કોરોનાની સાચી ઝાંખીઓ જોવા મળી હતી. રંગોળી સ્પર્ધા હોય કે ચિત્રકામ સ્પર્ધા આ તમામ સ્પર્ધાઓમાં યુવાનો લોકોને કોરોનાથી બચવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. નૃત્ય સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ નૃત્ય કરવા સાથે કોરોનાથી બચાવ સૂચવતાં વિવિધ બેનરો દર્શાવીને લોકોને કોરોનાથી બચવાનો મેસેજ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details