વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ KBS નટરાજ કોલેજ ખાતે વલસાડ જિલ્લાનો અને વાપી તાલુકાનો યુવા મહોત્સવ યોજાયો હતો. જેમાં શાળા કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અંગે જિલ્લા રમત ગમત અધિકારી નીતા ગવલીએ જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવે, તેમેને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અહીં ગરબા, ડ્રોઈંગ, વકતૃત્વ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, ભરતનાટ્યમ, લોકવાદ્ય સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીમાં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં યુવાનોએ કૌવત બતાવ્યું
વાપીઃ રાજ્યમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ અંતર્ગત વાપીની KBS અને નટરાજ કોલેજમાં વલસાડ જિલ્લા અને વાપીમાં તાલુકાનો યુવા મહોત્સવ યોજાયો હતો. આ રમત-ગમત મહોત્સવમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિના દર્શન કરાવ્યા હતાં.
જેમાં તમામ શાળા કોલેજના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિના દર્શન કરાવ્યા હતાં. તેમજ ભુલાતી રાસગસરબાની સાંસ્કૃતિક વિરાસ્તને જાળવવા રાસ ગરબા મહોત્સવમાં પણ ઉમળકાભેર ભાગ લીધો હતો. કોલેજમાં જીઓલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ક્રિષ્ના રાજપુતે જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લઈ તેમનામાં રહેલી અભ્યાસ સિવાયની પ્રતિભાને બહાર લાવી હતી. આ પ્રકારના મહોત્સવ દેશના યુવાનો માટે ખુબ જ મહત્વના છે. ભણતર સાથે તેમના રહેલી પ્રતિભા થકી દેશનું નામ રોશન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાતા આ મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રતિભા બતાવનાર સ્પર્ધકોને પ્રદેશ અને રાજ્યકક્ષાએ સ્પર્ધામાં તક આપવામાં આવે છે.