ગુજરાત

gujarat

ETV Bharat / state

Youth Drowned in Par river : પારડીની પાર નદીમાં કાર લઈ યુવક પાણીમાં ખાબક્યો, અકસ્માત કે આત્મહત્યા તે રહસ્ય

વલસાડની પાર નદીમાં ફિલ્મી ઢબે કાર હંકારી યુવક ખાબકી પડ્યો હતો. પાર નદી પરનો પુલ નાનો છે ત્યારે અતુલ તરફથી આવી રહેલી કાર નંબર જી.જે. 15 સી.એમ.1011 ના ચાલકે પૂરઝડપે બેરિકેટ તોડી કૂદાવવા જતાં નદીમાં કાર સાથે ખાબક્યો હતો. સાગર ગુર્જર નામના આ યુવકને બચાવવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેનું મોત થયું હતું.

Youth Drowned in Par river : પારડીની પાર નદીમાં કાર લઈ યુવક પાણીમાં ખાબક્યો, અકસ્માત કે આત્મહત્યા તે રહસ્ય
Youth Drowned in Par river : પારડીની પાર નદીમાં કાર લઈ યુવક પાણીમાં ખાબક્યો, અકસ્માત કે આત્મહત્યા તે રહસ્ય

By

Published : Mar 11, 2023, 9:34 PM IST

મૃતક યુવક વાપીનો યુવા બિલ્ડર 25 વર્ષીય સાગર ગુર્જર હોવાનું જાણવા મળ્યું

વલસાડ : પારડી પાર નદીનો નાનો પુલ ઉપરથી એક કાર ચાલકે પૂર ઝડપે ફિલ્મી ઢબે હંકારી લાવી પુલ ઉપર મૂકવામાં આવેલ બેરીકેટ ને તોડી કારને નદીમાં કુદાવી મૂકી હતી. જેમાં યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો, ચંદ્રપુર માંગેલા લાઈફની ટીમ, પારડી અને વલસાડ રૂરલની પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

જૂના બ્રિજ ઉપરથી બેરીકેટ તોડી યુવકે નદીમાં કાર કુદાવી : પારડી પાર નદીનો નાનો બ્રિજ ઉપર આજરોજ સાંજે એક અતુલ તરફથી જીપ કાર નંબર જી.જે. 15 સી.એમ.1011 ના ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારી લાવી અને પુલ ઉપર મૂકવામાં આવેલ બેરીકેટને ફિલ્મી ઢબે તોડી યુવકે કારને નદીમાં કુદાવી મૂકી હતી. જેની જાણ સ્થાનિકોને થતા ચંદ્રપુર માંગેલા લાઇફ સેવરની ટીમને કરતા તાત્કાલિક તરવૈયાઓ આવી પહોંચી નદીમાં યુવકને બચાવવા કુદી પડ્યા હતાં.

આ પણ વાંચો Navsari Accidental Death અંધારામાં ઇનોવા કાર ખાબકી ખાડીમાં એક વ્યક્તિનું મોત

કાર ચાલકનું ડૂબી જવાથી થયું મોત : કારને દોરડા વડે બાંધી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની અને વલસાડ પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે ચાલકે નદીમાં કાર કુદાવી મુકતા પાણીમાં ડૂબી જવાથી યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

યુવક બિલ્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું : સ્થળ ઉપરથી યુવકના આધાર કાર્ડ અને વિગત મળતા જાણવા મળ્યું કે મૃતક યુવક વાપીનો યુવા બિલ્ડર 25 વર્ષીય સાગર ગુર્જર હોવાનું જાણવા મળ્યું હતું. જેના 6 માસ અગાઉ જ લગ્ન થયા હતા.જોકે આ યુવકે અચાનક આ પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો અને મોત અંગે રહસ્ય ઉઠી રહ્યું છે. ઘટનાની જાણ કરતા વલસાડ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.

આ પણ વાંચો bus accident : લુણાવાડા પાસે રાત્રે કેનાલમાં બસ ખાબકી, બસ ચાલકને થઈ ઇજા

ચંદ્રપુર લાઈફ સેવિંગ ટ્રસ્ટના યુવકો ઘટના બનતા તુરંત પહોંચ્યા : યુવક પોતાની જીપ કાર લઈને જૂના બ્રિજના બેરીકેટ તોડીને કાર નદીના બ્રિજ ઉપરથી પાણીમાં કુદાવી દેતા ચન્દ્રપુર લાઈફ સેવિંગ ટ્રસ્ટના યુવાનો અકસ્માતની ઘટના જાણ થતાં તુરંત સ્થળ ઉપર હોડી લઈ પહોંચી ગયા હતા અને જીપમાંથી ચાલકને બહાર કાઢવા પ્રયાસ કર્યા હતા. પરંતુ કારને બહાર કાઢવામાં આવે તે પહેલાં જ ચાલક યુવકનું મોત થયું હતું. આ અગાઉ પણ લાઇફ સેવર ટ્રસ્ટના યુવાનો દ્વારા નદીમાં ઝંપલાવનારા અનેક લોકોના જીવ બચાવી લેવાયા છે પરંતુ આજે બનેલી ઘટનામાં લાઈફ સેવિંગ ગ્રુપના યુવાનો દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી પરંતુ યુવકે બહાર કાઢવામાં આવે તે પહેલાં જ દમ તોડ્યો હતો.

ઘટનાની જાણ વલસાડ પોલીસને કરવામાં આવતા પોલીસ પહોંચી : ઘટના અંગેની સમગ્ર જાણકારી સ્થાનિકો દ્વારા વલસાડ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવક કોણ છે તે અંગેની ચકાસણી કરી હતી. જે બાદ ઓળખ થતા જ યુવકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મૃતકની લાશને રવાના કરવામાં આવી હતી.આમ અચાનક બિલ્ડર યુવકે કાર સાથે નદીમાં કેમઝંપલાવ્યું તે અંગે હજી અનેક સવાલો અને રહસ્ય ઉઠી રહ્યા છે. હાલ તો પોલીસે સમગ્ર બાબતે તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details