ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતી ઝડપાયા - Tithal Road

વલસાડના તિથલ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં મોટા ઘરના 14 નબીરાઓ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા હતા ત્યારે ત્યા પોલીસની ટીમે રેડ પાડી હતી. પોલીસે આ તમામની ધરપકડ કરી હતી અને સાથે 40 હજાર રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો.

xx
વલસાડમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતી ઝડપાયા

By

Published : Jun 6, 2021, 4:01 PM IST

  • વલસાડમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતી ઝડપાયા
  • મોટા ઘરના નબીરાઓ દારૂની મેહેફિલ માણી રહ્યા હતા
  • પોલીસે બાતમીના આધારે પાડી રેડ

વલસાડ: રાજ્યમાં દારૂબંધી હોવા છતા કેટલાય યુવાન-યુવતીઓ નશાના રવાડે ચડી જતા હોય છે અને દારૂની મહેફિલો માણતા હોય છે. વલસાડમાં મોટાઘરના નબીરાઓ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે બાતમીને આધારે રેડ પાડીને તમામની ધરપકડ કરી હતી.
બાતમી આધારે ધરપરડ

સિટી પોલીસે ટીમ રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે વલસાડના તિથલ રોડ હેપીનેસની ગલીમાં આવેલા સુકુતી એપાર્ટમેન્ટમાં બર્થ ડેની દારૂની પાર્ટી ચાલી રહી છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર રેડ પાડી હતી. એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્કર્ષ શિવકુમાર ગહલોત તેમના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા.

વલસાડમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતી ઝડપાયા

આ પણ વાંચો : પારડી પોલીસે ખાનગી લકઝરીમાંથી 92 હજારનો દારુ ઝડપી પાડ્યો

માતા-પિતા થયા દોડતા

પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડમાં 40 હજારનો દારૂ મળી આવ્યો હતો. પકડાયેલા તમામ મોટા ઘરના નબીરા હતા. ઘટનાની જાણ માતા-પિતાને થતા માતા-પિતાએ પોતાના સંતાનેને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા.

આ પણ વાંચો : વલસાડ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

ABOUT THE AUTHOR

...view details