વલસાડઃ સમગ્ર વિશ્વમાં મહિલાઓ પુરૂષ સાથે ખભે ખભા મિલાવીને કામ કરતી થઈ છે. કોઈ પણ શિક્ષિત મહિલાએ ઘરમાં બેસી રેહવાની જરૂર નથી. તેમણે ઘરમાંથી બહાર નીકળવાની જરૂર છે. મહિલાઓમાં જાગૃતતા લાવવાના હેતુથી શનિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડમાં 'યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયન'એ કરી મહિલા દિવસની ઉજવણી - celebrates womens day in valsad
વલસાડ જિલ્લાના તિથલ ખાતે દક્ષિણ ઝોન માટે વિશ્વ મહિલા દિવસને અનુલક્ષી "યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયન" દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના પ્રમુખ નિરૂબેન આહીર તથા હિન્દ મજદૂર સભાના પ્રમુખ ભાવના બેન રાવલ હાજરી આપી હતી.
![વલસાડમાં 'યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયન'એ કરી મહિલા દિવસની ઉજવણી Yashoda Maiya Anganwadi Worker & Helper Woman's Union celebrates Women's Day in Valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6333436-626-6333436-1583596568752.jpg)
વલસાડમાં 'યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયન'એ કરી મહિલા દિવસની ઉજવણી
વલસાડમાં 'યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયન'એ કરી મહિલા દિવસની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને સરકાર દ્વારા માત્ર માનદ વેતન આપવામાં આવે છે. આ તમામ મહિલાઓને માનદ વેતન નહીં, પરંતુ વેતન આપવામાં આવે અને તેમને સરકારી નોકરીમાં ગણવામાં આવે, તે માટે હિન્દ મજદુર સભા દ્વારા વિશેષ ઝૂબંશ ઉપાડવામાં આવી છે. આ માટે જો મહિલાઓએ રસ્તા પર ઉતરવું પડે, તો તે પણ કરતા મહિલાઓ ખચકાશે નહીં. તેવો મક્કમ નિર્ધાર કર્યો છે.
આજના આ કાર્યક્રમ દરમિયાન વડોદરાથી લઈ ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ હાજરી આપી હતી.
Last Updated : Mar 7, 2020, 10:36 PM IST