ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં લોકડાઉનમાં વતન જવા મજૂર વર્ગ કરી રહ્યો છે રઝળપાટ

કોરોનાના ભય વચ્ચે દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે, ત્યારે વાપીના ઔદ્યોગિક વસાહતોમાં કે કન્સ્ટ્રક્શન સાઈટમાં મજૂરી કામ અર્થે આવેલા મજૂર પરિવારો હાલ પોતાના વતન જવા સુમસામ હાઇવે પર આવતા એકલ દોકલ વાહનોને ઉભા રાખી તેમાં પલાયન થઈ રહ્યા છે, પરંતુ પોલીસથી લપાઈ છુપાઈને ટ્રકોમાં ભરાઈને ઘરે જતો આ કાફલો પોલીસની નજરથી બચીને પોતાના ઘર સુધી પહોંચી શકશે તેવો પ્રશ્નાર્થ હાલની પરિસ્થિતિ જોતા ઊભો થયો છે.

etv bharat
વતન જવા મજૂર વર્ગ કરી રહ્યો છે રઝળપાટ

By

Published : Mar 25, 2020, 11:49 PM IST



વલસાડઃ 24 માર્ચની મધ્યરાત્રિથી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જેના કારણે વાપી સહિત સમગ્ર જિલ્લામાં કામકાજ ઠપ્પ થયું છે. બજારોથી લઇને હાઇવે પણ સુમસાન થયા છે.

વાપીમાં લોકડાઉનમાં વતન જવા મજૂર વર્ગ કરી રહ્યો છે રઝળપાટ

વાપી એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અહીં બહારથી અનેક લોકો રોજી રોટી માટે આવતા હોય છે. હાઇવે, રેલવે કે બિલ્ડીંગોની સાઈટ પર ખુલ્લા મેદાનોમાં જીવન ગુજારતા આ પરિવારો કોરોનાના ભય વચ્ચે વાપી છોડીને જઈ રહ્યા છે. સમગ્ર દેશ સાથે ગુજરાત રાજ્યમાં લોક ડાઉન હોવાથી તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ છે. છતાં આ પરિવારો હાઇવે પર એકલ દોકલ આવતા જતા વાહનો ઉભા રાખીને શહેરની બહાર નીકળી રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો હાલની પરિસ્થિતિમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જવું પણ મુસીબત સર્જી શકે તેમ છે. છતાં પણ આ પરિવારો પોતાના વતન તરફ જઇ રહ્યા છે.

છેલ્લા એક સપ્તાહથી વાપીમાં મજુર પરિવારોનું લગાતાર પલાયન જારી છે. ક્યારેક તો રાત્રે પણ વાપીના જકાત નાકા પોઇન્ટ પર મજુર પરિવારો બસમાં બેસીને વતન તરફ ભાગતા જોવા મળ્યા હતા. શહેરમાંથી પલાયન કરી રહેલા આ પરિવારો મૉટે ભાગે રાજસ્થાન કે દાહોદ, ગોધરા તરફના હોય વાપીથી ઘરે પહોંચવા માટે હજુ તેમણે લાંબી મજલ કાપવી પડશે, તેવામાં એક તરફ આખું ગુજરાત બંધ હોય પોલીસથી લપાઈ છુપાઈને ટ્રકોમાં ભરાઈ ભરાઈને ઘરે જતો આ કાફલો પોલીસની નજરથી બચીને કેટલે દૂર સુધી પહોંચશે?

ABOUT THE AUTHOR

...view details