ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીથી બિહાર જવા માંગતા શ્રમીકોએ લગાવી લાઇન, વીડિયો જોઈને થઈ જશો દંગ - કામદારો

વાપી GIDCના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરવા આવેલા બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના, ઝારખંડના હજારો કામદારો લોકડાઉનમાં વતન જવા રઝળપાટ કરી રહ્યા છે. એક તરફ સરકારે 3600 કામદારોને ઉત્તરપ્રદેશમાં સ્પેશ્યલ ટ્રેન મારફતે રવાના કર્યા છે. હવે બિહાર જવા માટે લોકોનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. જે માટે વાપીમાં ધોમધખતા તાપમાં હજારો કામદારો કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા છે.

વાપીથી બિહાર જવા માંગતા કામદારોએ લગાવી લાઇન
વાપીથી બિહાર જવા માંગતા કામદારોએ લગાવી લાઇન

By

Published : May 11, 2020, 5:50 PM IST

વલસાડઃ કાળઝાળ ગરમીમાં ઓરડી જેવી રૂમમાં બફારો, લોકડાઉનને કારણે કંપનીઓ બંધ, રાશન-ફૂડ પેકેટ્સ આપતી સંસ્થાઓ હાંફી ગઈ છે. ત્યારે હવે ખરા કપરા સમયનો સામનો વાપીમાં આવેલા પ્રવાસી કામદારો કરી રહ્યા છે. આવા સમયે હજારો કામદારો પગપાળા કે સાયકલ ઉપર કે અન્ય વાહનોમાં વતન જવા નીકળી રહ્યા છે. સરકારે પણ આ પરિસ્થિતિ જોઈ હાલમાં સ્પેશિયલ ટ્રેન દ્વારા શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.

વાપીથી બિહાર જવા માંગતા કામદારોએ લગાવી લાઇન, વીડિયો જોઈને થઈ જશો દંગ

જે અંતર્ગત ત્રણ જેટલી શ્રમિક ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશના 3600 કામદારોને વતન રવાના કર્યા છે. હવે બિહારના 3000 લોકોને ટ્રેન મારફતે મોકલવા રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જેમાં વતન વાપસી માટે હજારો કામદારો કાળઝાળ ગરમીમાં પણ કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહ્યા છે.

વાપીમાં રાજસ્થાન ભવન ખાતે સેલવાસ વાપી મુખ્ય માર્ગ પર હજારો કામદારો રજિસ્ટ્રેશન કરાવવા પડાપડી કરી રહ્યા છે. આ લાઇન જોઈને ચોક્કસ એટલી તો ખબર પડી જ જાય કે લોકોને વતન જવું છે અને તે માટે તેઓ ગમે તેવી મુસીબત આવે તો પણ વેઠવા તૈયાર છે.

વાપીથી બિહાર જવા માંગતા કામદારોએ લગાવી લાઇન

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન વાપીમાંથી અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કામદારો વતન વાપસી કરી ચુક્યા છે. જેને લઈને ઉદ્યોગકારોમાં ચિંતા પ્રસરી છે. તો, ગુજરાતીઓને ગુજરાત મોડેલની વાસ્તવિકતાનું ભાન પણ લોકડાઉને કરાવ્યું છે.

વાપીથી બિહાર જવા માંગતા કામદારોએ લગાવી લાઇન

ABOUT THE AUTHOR

...view details