વલસાડઃ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ રહેલા ઘરખમ ભાવ વધારાને લઇને સામાન્ય વર્ગના પરિવારોની કમર તૂટી ગઈ છે. દિન-પ્રતિદિન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં થઈ રહેલા ભાવવધારાને કારણે મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિ કફોડી બની છે. ત્યારે હાલમાં જ રાંધણગેસમાં થયેલા વધારાને લઇને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલા દ્વારા સોમવારે વલસાડ જિલ્લા કલેક્ટરને રાંધણગેસમાં થયેલા ભાવ વધારા બાબતે વિરોધ કરતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વલસાડમાં મહિલા કોંગ્રેસે રાંધણ ગેસના ભાવ વધારા સામે કલેકટર આવેદનપત્ર પાઠવ્યું - વલસાડ તાજા સમાચાર
વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણગેસમાં થયેલા ધરખમ વધારાને લઇને વિરોધ કરતાં આજે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાંધણગેસમાં થયેલા વધારાને પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી.
![વલસાડમાં મહિલા કોંગ્રેસે રાંધણ ગેસના ભાવ વધારા સામે કલેકટર આવેદનપત્ર પાઠવ્યું વલસાડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6104562-thumbnail-3x2-vv.jpg)
વલસાડ
મહિલા કોંગ્રેસે રાંધણ ગેસના ભાવ વધારા સામે કલેકટર આવેદનપત્ર પાઠવ્યુ
મહિલાઓએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે પોતાના એજન્ડામાં રાંધણગેસના ભાવ ઓછા કરવા માટે જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષમાં મહિલા નેતા જયશ્રી બેને જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું રાજ એક હિટલરશાહી જેવું વાતાવરણ ઊભું કરી રહ્યું છે. સામાન્ય જન અને પરિવારની કમર તૂટી ચૂકી છે અને દિન-પ્રતિદિન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવવધારા થઈ રહ્યા છે. જેના કારણે મહિલાઓનું બજેટ ખોરવાઇ ગયું છે. તેને લઈને આજે તેમણે વિરોધ કરતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.