ઉમરગામ તાલુકાના સરીગામે મહિલા બિલ્ડરે વાણિજ્ય બાંધકામ અંગે ગ્રામ પંચાયત પાસે ઠરાવ કરવાનો હતો. તેની નકલ મેળવવા બિલ્ડરે પંચાયતમાં અરજી કરી હતી. ગ્રામ પંચાયત સરપંચ હંસાબેન અને તેના પતિ શૈલેષ રમણ કોભિયાએ બિલ્ડર પાસે 50 હજાર ની લાંચ માગી હતી. જે અંગે મહિલા બિલ્ડરે ACBમાં ફરિયાદ કરી હતી.
સરીગામના સરપંચ અને તેનો પતિ 50 હજારની લાંચ લેતા ઝડપાયા - Corruption in gujarat
વલસાડ : જિલ્લાના સરીગામ ખાતે મહિલા બિલ્ડરને કોમર્શિયલ બાંધકામ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવની નકલની જરૂર હતી. જેના માટે ગ્રામ પંચાયતના સરપંચના પતિએ મહિલા સરપંચના કહેવાથી રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. આ રકમ ગ્રામપંચાયતમાં લેતા મહિલા સરપંચ અને પતિ બંનેને ACBના રંગે હાથે ઝડપી લેતા ચકચાર મચી છે.
સરીગામૃના સરપંચ અને તેનો પતિ 50 હજારની લાંચ લેતા ઝડપાયા
ACBએ છટકુ ગોઠવતા રૂપિયા 50 હજારની લાંચ ગ્રામ પંચાયત કચેરીમાં શૈલેષભાઇએ સ્વીકારી હતી. જ્યાં સરપંચ પણ ઉપસ્થિત હતા. ACBએ બંનેને રંગે હાથે ઝડપી વધુ તપાસ માટે વલસાડ ACB કચેરી લાવવામાં આવ્યા હતા.
ગ્રામ પંચાયત સરીગામ અગાઉ પણ અનેક વિવાદોથી ધેરાયેલી રહી છે. હવે સરપંચ અને તેમના પતિ બંને 50 હજારની લાંચ લેતા ACBમાં પકડાઈ જતા હાલ સમગ્ર કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.