ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પુત્રજન્મ બાદ પ્રસૂતાને અવિરત રક્તસ્ત્રાવ, અન્ય હોસ્પિટલમાં દાખલ થયા બાદ મોત

વાપી: જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં રહેતી મહિલાનું હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ વધારે પડતા રક્તસ્ત્રાવને કારણે હોસ્પિટલમાં જ મોત નિપજતા મહિલાના પતિએ વાપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હ્દયને હચમચાવી નાખતી આ ઘટનામાં જન્મની સાથે જ બાળકે માંની મમતા ગુમાવી દીધી છે.

વાપીમાં પુત્રજન્મ બાદ પ્રસૂતાને અવિરત રક્તસ્ત્રાવ, અન્ય હોસ્પિટલમાં દાખલ થયા બાદ મોત

By

Published : Nov 18, 2019, 2:41 PM IST

આ અંગે મળતી વિગતો મુજબ મૂળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના બાલદેવીના મુકેશભાઇ હરજીભાઇ ધોડિયા પટેલ વાપી GIDCમાં અગ્રવાલ પેપર ટ્યુબ કંપનીમાં નોકરી કરે છે. જે એક વર્ષથી વાપી ડુંગરા દેવજી ફળિયામાં પત્ની હેમલતા અને બે છોકરી સાથે સાસરીયામાં રહે છે. પત્ની પ્રેગનેન્ટ હોય 15 નવેમ્બરના રોજ વાપીની શિવમ હોસ્પિટલ ડિલીવરી માટે ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નોર્મલ ડીલીવરી કરાવી હતી. પરંતુ બાળક બાળક સીરીયસ હોવાનું જણાવ્યું હતું.

વાપીમાં પુત્રજન્મ બાદ પ્રસૂતાને અવિરત રક્તસ્ત્રાવ, અન્ય હોસ્પિટલમાં દાખલ થયા બાદ મોત

જો કે બીજા દિવસે શુક્રવારે તબીબે પરિજનોને જણાવેલ કે, હેમલતાબેનની તબિયત સીરીયસ છે. અને તેમને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં રીફર કરવા પડશે. તેમજ બાળકને ગુંજન ખાતે આવેલી એપલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવો પડશે. જેથી હેમલતાને હરિયા હોસ્પિટલ અને બાળકને એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં રવિવારે બપોરે હેમલતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે પતિ મુકેશભાઇએ વાપી ટાઉન પોલીસ મથકમાં જાણ કરી હતી.હાલ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું મૃત્યુ થતા પરિવાર હતપ્રભ બન્યો છે. જ્યારે નવજાત શિશુ સાથે અન્ય બે બાળકી મળી કુલ ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પ્રસૃતાનું મૃત્યુ ડિલિવરી બાદ વધારે પડતા રક્તસ્ત્રાવને કારણે થયું હોવાનું હાલ હોસ્પિટલના તબીબો જણાવ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલે પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવા માંગ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details