વલસાડ: કોઈપણ વ્યક્તિ હોય તેમના ઘર આંગણે થતા પ્રસંગોને કેમેરામાં કેદ કરે છે. એના માટે હંમેશા પ્રસંગોપાત ફોટોગ્રાફરને બોલાવવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે તો ફોટોગ્રાફરની માગ વધારે રહે છે, પરંતુ આ વર્ષે લગ્નની પૂરેપૂરી સિઝન લોકડાઉનમાં પૂર્ણ થઇ જતા લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી કરનારા અનેક ફોટોગ્રાફરના ધંધા-વ્યવસાય પર તેની સીધી અસર પડી છે. માત્ર એક સિઝનમાં 4થી 5 લાખ રૂપિયાનું માત્ર ફોટોગ્રાફીનું કામ કરનારા ફોટોગ્રાફરોને આ વખતે માત્ર ગણતરીના ઓર્ડર સાંપડયા છે.
લગ્નની સિઝનમાં આ ધંધાને પડ્યો કોરોનાનો માર
- વેડિંગ પ્લાનર
- ડેકોરેટર
- માળી
- મંડપ સર્વિસ
- ટ્રાવેલ
- સાઉન્ડ
- ફોટોગ્રાફર
- કેટરિંગ
- બ્યુટિશિન-પાર્લર
- વૈદિક મંત્રોચ્ચાર કરીને લગ્નગ્રંથીએ બાંધનારા બ્રાહ્મણ
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને દરેક ધંધા અને રોજગાર પર અસર પહોંચી છે, ત્યારે આવા સમયમાં દરેકના લગ્ન પ્રસંગોમાં ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. મોટાભાગની લગ્નસરાની સિઝન કોરોના લોકડાઉનના સમયમાં પૂર્ણ થઈ ગઈ છે. આ સમયે કોઈપણ લગ્ન યોજાયા નથી, જેના કારણે લગ્નમાં ફોટોગ્રાફિનાં વ્યવસાય સાથે સંકળાયેલા અનેક ફોટોગ્રાફરના ધંધા પર તેની સીધી અસર પહોંચી રહી છે.