વલસાડ: કપરાડા તાલુકાના ટુકવાડા ગામનું સાવર ફળિયાની વસ્તી 350 છે. આ ફળિયામાં પાણીની સમસ્યા શરૂ થતાં ફળિયામાં રહેનારા તમામ લોકો એક-જૂટ થઈ ખાડો ખોદવા માટે મજબૂર બન્યા છે. ખાડો ખોદવા સમયે આ ફળીયામાં વસવાટ કરનારા લોકોએ કોરોના વાઇરસના ફેલાવને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી રાખ્યું હતું.
કપરાડામાં પાણીની સમસ્યા વકરી, લોકો જાતે પાણી મેળવવા ઉતર્યા મેદાને - કપરાડાના તાજા સમાચાર
દર વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કપરાડા તાલુકામાં પાણીની સમસ્યા શરૂ થાય છે. જેથી અહીંના લોકો તંત્રના ભરોસે બેસવાના બદલે જાતે સમસ્યાનું નિવારણ કરવા લાગી ગયા છે. કપરાડા તાલુકાના ટુકવાડા ગામના સાવર ફળિયાના લોકો લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી પીવાના પાણીની સમસ્યા દૂર કરી રહી રહ્યા છે.
પાણી મેળવવા લોકો મજબૂર
કપરાડા તાલુકામાં તાજેતરમાં 40થી વધુ ગામોમાં પાણીની સમસ્યા વકરી રહી છે. બોર, કુવા, તળાવ, ચેકડેમ, નદી બધું સુકાઈ ગયું છે. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તે વર્ષોથછી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.
પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ જાતે પાણીની સમસ્યા દૂર કરવા પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત ગામના લોકો જોતે ખાડો ખોદી રહ્યા છે. આ સાથે જ ગ્રામજનોએ જણાવ્યું કે, ખાડાનું પાણી થોડા દિવસોમાં સુકાઈ જશે. જેથી તંત્ર અમારા સુધી પાણી પહોંચાડે એવી એક જ અમારી માગ છે.