ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: વાડી ફળીયામાં હિટરનો કરંટ લાગતા મહિલાનું મોત - valsad news

વલસાડ: ગરમ પાણી કરવા માટે હાલ ઈલેક્ટ્રિક ગીઝર ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. પરંતુ ઘણીવાર ભૂલથી પાણી ગરમ થયું કે, નહીં તે ચેક કરવા જતા તેના કરંટનો શિકાર પણ બની શકાય એમ છે. ત્યારે આવી જ એક ઘટના પારડી નજીક આવેલા વાડી ફળિયામાં બની હતી.

etv bharat
વલસાડ વાડી ફળીયામાં રહેતી મહીલાને પાણી ગરમ કરવાના હિટરનો કરંટ લાગતા મોત

By

Published : Dec 9, 2019, 8:30 PM IST

વલસાડ અને પારડીની વચ્ચે આવેલા વાડી ફળિયામાં રહેતા 35 વર્ષીય તનુજા બેન મહેશભાઈ પટેલ જેમના ઘરે સાત દિવસ પહેલા તેમના જેઠનું અવસાન થયું હતું. સવારે સુતક અંગે વિધિ ચાલતી હતી. જે દરમિયાન તેમને ત્યાં આવેલા કેટલાક લોકો માટે નાહવાનું પાણી ગરમ કરવા માટે તેમણે બાર ડોલમાં હીટર મૂક્યું હતું અને પાણી ગરમ થયું કે, નહીં તે ચેક કરવા જતા તેમને કરંટ લાગ્યો હતો અને તેમની તબીયત લથડી હતી. અચાનક કરંટ લાગતા તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડની પાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સારવારમાં પહોંચે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

વલસાડ: વાડી ફળીયામાં હિટરનો કરંટ લાગતા મહિલાનું મોત

ABOUT THE AUTHOR

...view details