ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉદવાડામાં ઈરાન સા મહોત્સવમાં કિંમતી લોલક વાળી ઘડિયાળનું પ્રદર્શન અને વેચાણ

વલસાડઃ ઉદવાડા ઈરાન સા મહોત્સવમાં અનેક આકર્ષણો પારસીઓ માટે મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રદર્શન અને વેચાણ માટે કુલ 25 જેટલા સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં 90 વર્ષની વયના, પરંતુ સ્વભાવે 19 વર્ષના યુવાને શરમાવે એવા ઉત્સાહવાળા પારસી વેપારીએ લોલક વાળી ઘડિયાળોને પ્રદર્શન અને વેચાણ અર્થે મૂકી હતી. જાણીને નવાઈ લાગશે કે, આ ઘડિયાળની કિંમત 2 લાખ રૂપિયાથી લઈને 18 લાખ સુધીની છે. જેમાં બે ઘડિયાળો વેચાઈ પણ ગઈ છે. આ મોંઘેરી ઘડિયાળો જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

watch exhibition in Iran sa festival udwada
watch exhibition in Iran sa festival udwada

By

Published : Dec 29, 2019, 4:25 AM IST

મૂળ પારસી હાલ સુરત રહેતા જાલ રૂસ્તમજી કાટપિટિયાએ જેઓ 90 વર્ષની વયના છે, છતાં પોતાના બાપદાદાના સમયથી ઘડિયાળને જર્મની, જાપાન, લંડન જેવા દેશોમાંથી આયાત કરી અહીં લાવી વેચાણ કરતા આવ્યા છે. તેમના પિતાના સમયમાં આયાત બંધ થઈ જતા તેમના વેપારને અસર થઈ હતી, પરંતું તેમના પિતાના અવસાન બાદ તેઓએ ફરીથી આ વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ તેઓ છેલ્લા કેટલાક વર્ષથી ઘડિયાળ વેચી રહ્યા છે.

ઈરાન સા મહોત્સવમાં કિંમતી લોલક વાળી ઘડિયાળનું પ્રદર્શન અને વેચાણ

તેમને સેલવાળી ઘડિયાળ અને લોલક ઘડિયાળ વચ્ચેનો ફરક સમજાવતા કહ્યું કે, લોલક વાળી ઘડિયાળ બનાવવામાં અનેક કારીગરો સામેલ હોય છે. સુથાર, પેઈન્ટર, મિકેનીક્સ તમામની મહેનત આ ઘડિયાળ બનાવવામાં સામેલ હોય છે. જ્યારે સેલ વાળી ઘડિયાળ તો એક રમકડાં સમાન છે. હજૂ એક એવો વર્ગ છે, જે આજે પણ આ (ગ્રાન્ડ ફાધર ઘડીયાળ)ને પસંદ કરે છે. ઉદવાડામાં અમે રૂપિયા 2થી 18 લાખ સુધીની ઘડિયાળો પ્રદર્શન અને વેચાણ અર્થે મુકવામાં આવી છે. જેમાં બે ઘડિયાળનું વેચાણ પણ થઈ ચૂક્યું છે.

ઈરાન સા મહોત્સવમાં કિંમતી લોલક વાળી ઘડિયાળનું પ્રદર્શન અને વેચાણ
ઈરાન સા મહોત્સવમાં કિંમતી લોલક વાળી ઘડિયાળનું પ્રદર્શન અને વેચાણ

ભલે આજનો યુવાવર્ગ મોબાઇલમાં સમય જોતો થઈ ગયો હોય, પરંતુ આજે પણ એક વર્ગ એવો છે, જે લોલક વાળી ઘડીયાળ પસંદ કરે છે. એમાં પણ પારસી સમાજના લોકોના ઘરમાં આવી લોલક વાળી ઘડિયાળ અચૂક પણે જોવા મળે છે. હાલ તો આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી ઘડિયાળએ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે, પરંતુ તેની કિંમતે લોકોને ખરીદવી કે નહીં તે અંગે વિચારતા કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details