ગુજરાત

gujarat

ETV Bharat / state

Pride of culture: ધરમપુર કપરાડા વિસ્તારમાં કંકોત્રી છપાવવાનો નવો ટ્રેન્ડ, પોતાની જાતિ આધારિત બોલીમાં છપાઇ રહી છે કંકોત્રી

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં એક અનોખો ટ્રેન્ડ શરૂ (Pride of culture) થયો છે. જેમાં આદિવાસી સમાજના લોકો દ્વારા તેમની જાતિ અનુસાર તેમની બોલીમાં કંકોત્રી છપાવવા માટેનો ટ્રેન્ડ હાલમાં ચાલી (tribal culture in valsad dharmpur) રહ્યો છે. વારલી, કુકણા કે ઢોડિયા પટેલ જાતિ દ્વારા તેમની જાતિની બોલીમાં કંકોત્રીઓ છપાવી લોકોનું ધ્યાન આકર્ષણ કરવામાં આવી રહ્યું છે.

Warli Paintings Were Placed In Kankotri
Warli Paintings Were Placed In Kankotri

By

Published : Jan 28, 2023, 12:50 PM IST

Updated : Jan 28, 2023, 1:00 PM IST

ધરમપુર કપરાડા વિસ્તારમાં કંકોત્રી છપાવવાનો નવો ટ્રેન્ડ

ધરમપુર (વલસાડ):જગતનો કોઈપણ પિતા હોય તેને પોતાની પુત્રીના લગ્ન માટે એક અનેરો ઉત્સાહ હોય છે. બીજી તરફ કોઈ પુત્રનો પિતા હોય તો તેને પણ પોતાના પુત્રના લગ્ન પ્રસંગનો અનેરો આનંદ રહેતો હોય છે અને તે માટે આજના સમયમાં દરેક માતા-પિતા અને વાલીઓ પોતાના પુત્ર હોય કે પુત્રી તેમના લગ્નમાં ખર્ચ કરવામાં સહેજ પણ ખચકાતા નથી. જો કે હાલમાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં આદિવાસી સમાજના લોકો દ્વારા તેમની જાતિ અનુસાર તેમની બોલીમાં કંકોત્રી છપાવવા માટેનો ટ્રેન્ડ હાલમાં ચાલી રહ્યો છે.

સમાજની ગૌરવશાળી સંસ્કૃતિથી યુવાપેઢીને અવગત કરવા અનોખો પ્રયાસ

જ્ઞાતિ આધારિત બોલીમાં કંકોત્રી છપાવવાનો નવો ટ્રેન્ડ:સામાન્ય રીતે કોઈપણ લગ્ન પ્રસંગમાં શુદ્ધ ગુજરાતીમાં અને સુવાક્ય અક્ષરો વાળી લગ્ન કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલતો આવ્યો છે. હાલમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જે બહુદા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. તેમની જ્ઞાતિ અનુસાર તેમની એક અલગ બોલી અને છતાં છે તેમના શબ્દો અને તળપદી ભાષા અને તેનો ઢાળ અન્ય ગુજરાતી ભાષા કરતા અલગ કરી આવે છે. જેથી જ તેમની પોતાની બોલીના શબ્દો એક પોતાપણું ઉપજાવી કાઢે છે. જેના કારણે હાલમાં તેમની આ બોલીનો વારસો સચવાઈ રહે તેવા હેતુથી સ્થાનિક કક્ષાએ લગ્ન પ્રસંગે એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે આ ટ્રેન્ડ પોતાની ભાષામાં કંકોત્રીઓ છપાવવાનો છે.

પોતાની જાતિ આધારિત બોલીમાં છપાઇ રહી છે કંકોત્રી

જ્ઞાતિ આધારિત ભાષાને મહત્વ:ધરમપુર વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના વારલી કુકણા અને ઢોળીયા પટેલ સમાજના લોકોની પોતાની આગવી બોલી છે. તેમની બોલીમાં જ સમગ્ર કંકોત્રીના પ્રસંગો છપાવવામાં આવી રહ્યા છે. જે લગ્ન કંકોત્રીની એક અનોખી અને આકર્ષક છે. આ ભાષા જળવાઈ રહે બાળકો તેને જાણે સમજે અને બોલતા થાય એવા હેતુથી અનેક પરિવારો તેમને ત્યાં આવતા લગ્ન પ્રસંગોમાં કંકોત્રીઓ તેમની ભાષામાં જ છપાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.

વારલી, કુકણા કે ઢોડિયા પટેલ જાતિ દ્વારા તેમની જાતિની બોલીમાં કંકોત્રીઓ છપાવી

આદિવાસી સમાજના પ્રકૃતિ પૂજક દેવી દેવતા ચિત્રો:સામાન્ય રીતે કંકોત્રીઓ ગુજરાતી ભાષામાં ચપાતી હોય છે પરંતુ ધરમપુર વિસ્તારમાં તમારા હાથમાં આવતી કંકોત્રીઓમાં માત્ર ગણેશજી નહીં પરંતુ કંકોત્રીના પ્રથમ પાને પ્રકૃતિ પુજક દેવી-દેવતાઓ અને કંસારી માતા તેમ જ આદિવાસી સમાજના પ્રસંગો અનુરૂપ બનાવવામાં આવતા વારલી પેઇન્ટિંગના ચિત્રો દોરેલા જોવા મળી રહ્યા છે. જે આદિવાસી સમાજના પ્રસંગોની ઝાંખી કરાવે છે અને તે તેમના સમાજ માટે પણ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જેથી આ ટ્રેન્ડ હવે ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે.

તેમની જાતિની બોલીમાં કંકોત્રીઓ છપાવી લોકોનું ધ્યાન આકર્ષણ કરવામાં આવી રહ્યું છે

છેલ્લા ત્રણ વર્ષથી ટ્રેન્ડમાં વધારો:ધરમપુર વિસ્તારમાં અશોક આર્ટ નામની દુકાન ધરાવતા દુકાનના માલિક અશોકભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે આ ટ્રેનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બહુધા આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ઊંડાણના ગામોમાં ધીમે ધીમે હવે દરેક લગ્ન પ્રસંગોમાં લોકો આ જ પ્રકારની કંકોત્રીઓ છપાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.

આ પણ વાંચોRain in Bhavnagar: ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે માવઠું, સવારે માવઠા બાદ વાદળછાયું વાતાવરણ

નવી પેઢીને પોતાની ભાષા સમજવામાં થશે ફાયદો: આદિવાસી સમાજના અગ્રણી અને બિરસા બ્રિગેડના અધ્યક્ષ કલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર સમાજના યુવાનો હવે તેમના રીતિ રિવાજો અને પરંપરાગત રિવાજોને જાળવી રાખવા માટે તત્પર બન્યા છે. એટલું જ નહીં લગ્ન પ્રસંગમાં હવે પ્રકૃતિ પુજક આદિવાસી સમાજ દ્વારા પોતાની જ્ઞાતિ અંતર્ગત ભાષાઓ દ્વારા કંકોત્રીઓ છપાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી કરીને કેટલાક યુવાનો તેમની ભાષાને સમજી શકે અને બોલીને જાણી શકે કેટલાક એવા શબ્દો પણ હોય છે જે યુવાનો સમજી શકે છે પરંતુ તેમની જ્ઞાતિ અનુસાર બોલીમાં તેઓ બોલી શકતા નથી. તેથી આ પ્રકારનો ટ્રેન્ડ હાલ તો જ્ઞાતિ અનુસાર તેમની બોલીને જાળવી રાખવા માટે ખૂબ ઉપયોગી કહી શકાય એમ છે.

આ પણ વાંચોઆજે PM મોદી ભગવાન દેવનારાયણની 1111મી જન્મજયંતિમાં હાજરી આપશે, જાણો મિનિટ-મિનિટનો કાર્યક્રમ

માત્ર કંકોત્રી નહિ પરંપરાગત વાદ્યો પણ લગ્નમાં બોલાવાય છે:માત્ર જ્ઞાતિ વાઇઝ બોલીઓમાં કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ જ નહીં એની સાથે સાથે આદિવાસી સમાજના પરંપરાગત વાદીઓ જેવા કે ઢોલ તુર, થાળી,માદળ, સહિતના વાદ્યોને લગ્ન પ્રસંગમાં બોલાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. તેઓની ડિમાન્ડ વધતા આવા વાદ્ય કલાકારોને પણ રોજીરોટી મળી રહી છે. જેને જોતા હવે ધીમે ધીમે આદિવાસી સમાજમાં પરંપરાગત વાદ્યો બોલાવવાનો ટ્રેન્ડ પણ આવી રહ્યો છે. આમ, વલસાડ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં કંકોત્રીઓ છપાવવાથી લઈ પરંપરાગત વાદ્યો લગ્ન પ્રસંગમાં બોલાવવાનો એક અવનવો ટ્રેન્ડ શરૂ થયો છે.

Last Updated : Jan 28, 2023, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details