- વલસાડ જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉનનો ફિયાસ્કો
- બજારમાં દુકાનો ખુલ્લી છે લોકો ફરી રહ્યા છે
- 4 દિવસમાં 233 કોરોના પોઝિટિવ 21 ના મોત
વાપી: વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન અમલી બનાવ્યું છે. જો કે જિલ્લાના લોકોને કદાચ સ્વૈચ્છીક ઘરમાં રહેવાને બદલે બજારમાં ફરવામાં વધુ રસ છે. તો, વેપારીઓને પણ વેપાર ધંધામાં વધુ રસ હોય તેમ સ્વૈચ્છીક લોકડાઉનનો જિલ્લામાં ફિયાસ્કો થયો છે. લોકડાઉનના 4 જ દિવસમાં વધુ 233 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 701 પર પહોંચ્યો છે. 21 દર્દીના વધુ મોત સાથે મોતનો આંકડો પણ 210 થયો છે.
વલસાડ જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉનનો ફિયાસ્કો આ પણ વાંચોઃ વલસાડ કપરાડા ગ્રામ પંચાયત દ્વારા 7 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
સ્વૈચ્છીક લોકડાઉનનો ફિયાસ્કો
વલસાડ જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉનનો ફિયાસ્કો થયો છે. સાથે જ કોરોના સંક્રમણ જેટ ગતિએ ફેલાઈ રહ્યું છે. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી જિલ્લામાં વેપારી એસોસિએશન, મેડિકલ એસોસિએશન, સહિતના એસોસિએશન અને જિલ્લાના 5 ધારાસભ્યોએ કલેકટર સાથે બેઠક કરી મોટા ઉપાડે સ્વૈચ્છીક લોકડાઉન લગાડવાની ગુલબાંગો પોકારી હતી. જેનો 4 જ દિવસમાં ફિયાસ્કો થયો છે.
લોકોને કોરોના પર કાબુ મેળવવામાં રસ નથી
જિલ્લામાં સ્વૈચ્છીક લોકડાઉનના 4 દિવસમાં જ 233 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 701 પર પહોંચી છે. તો વધુ 21 દર્દીઓના મોત સાથે મૃત્યુની સંખ્યા 210 પર પહોંચી છે. સ્વૈચ્છીક લોકડાઉનના આ સમયમાં પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વેપારીઓએ પણ પોતાના તમામ ધંધા રોજગાર ખુલ્લા રાખ્યા છે. વેપારીઓને પોતાની કમાણીમાં રસ દેખાય છે. સ્વૈચ્છીક લોકડાઉનને સમર્થન આપી કોરોના પર કાબુ મેળવવામાં રસ નથી. બજારમાં લોકોની ભીડ છે. દુકાનોમાં ખરીદદારો ની ભીડ છે. બધા જાણે કોરોના નામની કોઈ મહામારી હોય જ નહિ તે રીતે બિન્દાસ્ત ફરતા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો મોડાસામાં ફરીથી એક વખત સ્વૈચ્છિક લોકડાઉન નિષ્ફળ
શાકભાજી-ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ડબ્બલ ભાવ
જો કે સ્વૈચ્છીક લોકડાઉનમાં બજારો ખુલ્લી છે. લોકો વાહનોમાં અને પગપાળા બજારોમાં ફરી રહ્યા છે. જેનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે. 4 દિવસમાં શાકભાજીનો ભાવ બેગણો થયો છે. ગુટખા-પાન મસાલાના ભાવ પણ બેગણા વધ્યા છે. ખાણી-પીણીની લારીઓ પર પણ ડિશના ભાવમાં વધારો થયો છે. જિલ્લા વાસીઓને આ ભાવવધારો પોષાય છે પરંતુ ઘરે રહી સ્વૈચ્છીક લોકડાઉનમાં સમર્થન આપી કોરોના મહામારીને રોકવુ પોષાતું નથી.