કપરાડા તાલુકાના અંતરિયાળ ગામની વાત કરવામાં આવે તો ઉનાળો શરૂ થતાની સાથે જ 40થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. આ વખતે દર વર્ષની જેમ સમસ્યાને પહોંચી વળવા સરકારી તંત્ર દ્વારા ટેન્કરથી દરેક ગામમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દાવાઓ કેટલા સત્ય છે, એ તો તંત્ર જાણે છે.
સુકાયેલા કૂવામાં જીવના જોખમે પાણી ભરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - VLD
વલસાડઃ અંતરિયાળ એવા કપરાડા તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા હાલ પણ યથાવત છે. એક તરફ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર વૈકલ્પિક રીતે ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોવાનો દાવા કરી રહી છે. ત્યારે કપરાડા તાલુકાના ઓઝરડા ગામનો સ્થાનિક લોકોએ બનાવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સુકાઈ ગયેલા કૂવામાંથી લોકો કુવાની અંદર જીવના જોખમે ઊતરી પાણી ભરતા હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે.
કપરાડા તાલુકાના ઓઝરડા ગામેથી એક જાગૃત નાગરિકે પીવાના પાણીની સમસ્યા બાબતે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ સૂકાયેલા કુવામાં જીવના જોખમે ઉતરી ક્લાસ વડે પાણી પડતાં હોવાનું જણાઈ આવે છે. પોતાને પાણીની તકલીફ પડી રહી છે. સરપંચોને કહેવા છતાં પણ તેમના દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાનું તેઓ આ વિડીયોમાં જણાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલા પાણી પહોંચતું કરવાના દાવાઓ તમામ પોકળ સાબિત થઈ રહ્યો હોવાનું જણાઈ આવે છે. હાલ તો આ વીડિયો વાયરલ થતા સરકારી તંત્રની કામગીરી સાવ નિષ્ફળ રહી હોવાનું છતું થયું છે.