ગુજરાત

gujarat

ETV Bharat / state

હપ્તા આપી દારૂનું વેચાણ કરનારાઓનો પોલીસ પર દાદાગીરી કરતો વીડિયો વાયરલ - પોલીસે દારૂના વેંચાણ કરતા ઘરમાં દરોડા પાડ્યા

વાપીઃ વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે આવેલા મરોલી ગામે મરીન પોલીસે દારૂનું વેચાણ કરતા ઘરમાં દરોડા પાડી દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ દરમિયાન દારૂનું વેચાણ કરનાર શીલા અરૂણ માછી અને સંતોષ ગોવન માછીએ અમે હપ્તા આપીએ છીએ પછી કેમ આવ્યા છો, તેમ કહી પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. આ બદલ તેમની પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે પોલીસ તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

butlegers

By

Published : Jul 27, 2019, 9:53 AM IST

મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે ઉમરગામ તાલુકાના મરોલી માછીવાડ વિસ્તારમાં મરીન પોલીસે બાતમીના આધારે મરોલી માછીવાડ વિસ્તારમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા. તે સમયે બુટલેગરોએ પોલીસના કામમાં બાધા ઉભી કરી હતી સાથે જ તેમને માર મારીને ગાળો પણ ભાંડી હતી.

હપ્તા આપી દારૂનું વેંચાણ કરતા મહિલા-પુરુષનો પોલીસની દાદાગીરી સાથેનો વિડિયો વાયરલ

આ દરોડાનો અને બોલાચાલીનો વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે ઘરની તપાસ કરતા ઘરમાંથી વેચાણ કરવા માટે બે પેટી બીયર મળી હતી. જેમાં મરોલી માછીવાડ વિસ્તારમાં રહેતા શીલાબેન અરૂણભાઇ માછી અને સંતોષભાઈ માછીને પોલીસના કામમાં રૂકાવટ કરી, ધક્કામુક્કી કરી, ગાળો આપી માર મારવાની ધમકી આપી અભદ્ર વર્તન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. .

જો કે, પોલીસની આ કામગીરીમાં ક્યાંક પોલીસનો જ ભાંડો ફૂટી ગયો છે તેવુ વાઇરલ વિડિઓ પરથી લાગી રહ્યું છે. વીડિયોમાં મુજબ બે પોલીસ કર્મચારીઓ દારૂના વેંચાણ કરનાર ઇસમોના ઘરમાં તપાસ માટે આવે છે. ત્યારે, તે ઈસમો અમે હપ્તા આપ્યા છે. પછી કેમ માલ લઇ જાય છે, જો પકડવા જ હોય તો બીજા પણ દારૂનો ધંધો કરે છે. તેમને પણ પકડો તેવી દાદાગીરી કરી પોલીસને ધક્કા મારી, માર મારવાની ધમકીઓ અને હાથ ઉગામતા જોવા મળે છે. તો, વધુમાં ગામના 7 થી 8 દારૂના વેંચાણ કરનારાઓએ ભેગા મળીને હપ્તા આપ્યા છે. પછી શા માટે રેઈડ કરી છે તેવી દાદાગીરી કરી પોલીસની જ પોલ ખોલી નાખી છે.

જો કે, આ વિડીયો અંગે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details