વલસાડ : ધરમપુર તાલુકાના 108 ગામોના મનરેગામાં (Mgnrega Scheme to Dharampur) કામ કરનાર 4000 મજુરોના 6 કરોડ 28 લાખ જેટલું ચુકવણું બાકી રહેતા મજૂરોની હોળી બગડી છે.
ધરમપુરના મજૂરોને મનરેગા યોજનાના કામના વેતન ન ચૂકવાતા ઉગ્ર આંદોલનની ચીમકી રોજનું 229 રૂપિયાની ચુકવણી મજૂરોને કરાય છે -સરકાર દ્વારા સ્થાનિક મજૂરોને ઘરે બેઠા તેમના ગામમાં રોજગારી મળી રહે એવા હેતુથી મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ) યોજના અમલમાં મુકીને દરેક મજુરોને દરરોજના 229 રૂપિયા ચૂકવાનું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે સ્કીમ કેન્દ્ર સરકારની હોય દરેક સ્થળે તેના અંતર્ગત ગામોમાં કામો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :મનરેગાની 100 દિવસ રોજગારીના વાયદા વચ્ચે ગુજરાતમાં માત્ર 24 દિવસ જ રોજગારી: જીગ્નેશ મેવાણી
ધરમપુરના 108 ગામોમાં 1000 નાના મોટા કામો મનરેગામાં થયા છે -જેમાં ધરમપુર તાલુકાના 108 અંદાજીત ગામોમાં પણ 1000 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તેમાં 4000 જેટલા મજુરો કામ પણ કર્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 4 માસથી 4000 મજુરોને ચુકવણી થતી મજુરીના નાણા આજદિન સુધી ચુકવાયા નથી. તેને કારણે સરકારી સ્કીમમાં નિશ્ચિતપણે વેતન (Wages to Workers in Mgnrega Scheme) મળશેની આશાએ બેઠેલા અનેક મજૂરોની આર્થિક સ્થિતિ કથળી છે.
4 માસથી વેતન ન ચુકવવામાં આવતા અપક્ષ સભ્યોએ આપ્યું આવેદન -આજે આ સમગ્ર બાબતે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્યો કલ્પેશ પટેલ, હનુમંત માળના અગ્રણી વિજય મહિલા સહિત અન્ય ગામના અગ્રણીઓ ધરમપુર ખાતે રેલી કાઢી તાલુકા પંચાયત ખાતે પહોંચીને આવેદનપત્ર (Application Letter of Laborers in Dharampur) સોંપ્યું હતું. અને માંગ કરી છે કે સરકાર દ્વારા જે રીતે મનરેગાની કામગીરી વિવિધ NGOને આપે છે. તે જ કામગીરી ગ્રામ પંચાયતને આપવામાં આવે એવી માંગ કરી છે. જો એક માસમાં વેતન નહિ ચૂકવવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો :Kheda news: અલીન્દ્રામાં બોગસ જોબકાર્ડ બનાવી 35 લાખનું કૌભાંડ
ઉચ્ચ કક્ષાએથી ગ્રાન્ટ આવતી ના હોવાથી ચુકવણું અટક્યું છે : TDO ધરમપુર -જોકે આ સમગ્ર બાબતે ધરમપુર તાલુકાના TDO જણાવ્યું કે, છેલ્લા 4 માસમાં તાલુકા પંચાયત વતી વેતન અંગે અમે ઉચ્ચ કક્ષાએ બબ્બે વાર લેટર લખી રજૂઆત કરી છે. પરંતુ કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી. એટલું જ નહિ કેન્દ્રની યોજના હોય ત્યાંથી જ ગ્રાન્ટ(Grant in Dharampur) ફાળવવામાં ન આવી તે માટે 4000 મજુરોનું વેતન બાકી છે.