ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉમરગામમાં ખુલ્યો મોલ, જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ !

જિલ્લામાં વધતા કોરોનાના કેસ વચ્ચે ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં એકમાત્ર મોલની દુકાનો ખુલતા તાલુકાના અમલીકરણ અધિકારીઓની કામગીરી સામે ઉઠી રહેલા સવાલ? જિલ્લા કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ

Violation District Collector's declaration of Umargam by krishna mall
જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ

By

Published : May 21, 2020, 4:47 PM IST

વલસાડ : જિલ્લામાં વધતા કોરોનાના કેસ વચ્ચે ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં એકમાત્ર મોલની દુકાનો ખુલતા તાલુકાના અમલીકરણ અધિકારીઓની કામગીરી સામે ઉઠી રહેલા સવાલ? જિલ્લા કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ

જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેનેેે ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 18 મેના રોજ જાહેરનામું બહાર પાડી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. જાહેરનામા મુદ્દા નંબર 2,4માં મોલ બંધ રાખવા બાબતે સ્પષ્ટ પણે જણાવાયું છે. પરંતુ ઉમરગામના એકમાત્ર મોલમાં બુધવારે દુકાનો ખુલતા જિલ્લા કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોય એવું પ્રતિત થઈ રહ્યું હતું.ઉપરોક્ત બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દુકાનદારોએ અધિકારીને ઉપરોક્ત સ્થળ મોલ ન હોવાનું જણાવ્યું હતું. અધિકારીની મુલાકાત બાદ દુકાનદારો દ્વારા દુકાન ખોલાતા અધિકારીઓની અજ્ઞાનતા ક્ષતિ થઇ હતી. ગુગલ મેપ ઉપર ઉપરોક્તત સ્થળને મોલ તરીકે દર્શાવાયું છે. ઉમરગામ તાલુકાના અમલીકરણ અધિકારી એ સત્ય જાણવા માટે કોઇ પ્રયાસ કર્યા ન હોવાનું ફલિત થઇ રહ્યું છે. અથવા તો સત્ય જાણ્યા બાદ પણ આંખ આડા કાન કરી વેપારીઓને આડકતરી રીતે મંજૂરી આપી હોય એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

જિલ્લા કલેકટરના જાહેરનામામાં મોલ શરૂ કરવા સ્પષ્ટ પણે મુદ્દા નંબર 2.4 માં પાબંદી હોવાનો જણાવ્યુંં છે. ઉમરગામ તાલુકામાં જિલ્લા કલેકટરના જાહેરનામાના અમલીકરણમાં સ્થાનિક અધિકારીઓ વહાલાદવલાની નીતિ અપનાવતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુંં છે.ત્યારેે હવે જોવું રહ્યું કે સમગ્ર પ્રકરણમાં તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે ?

ABOUT THE AUTHOR

...view details