ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડનું એક એવું ગામ, જ્યાં 108ને ફોન કરવા પણ જવું પડે છે 8 km દૂર - VLD

વલસાડ: મહારાષ્ટ્રની બોર્ડર અને ગુજરાતના ધરમપુર તાલુકામાં આવતા ખોબા ગામે આજે પણ જો કોઈની તબિયત લથડે તો લોકોએ 8 કિલોમીટર ચાલી ઘાટ પસાર કર્યા બાદ નેટવર્કમાં જઇ 108ને ફોન કરવો પડે, તો જુઓ ગુજરાતના વિકાસની વ્યાખ્યા ઝાંખુ કરતું વધુ એક ગામ..

એક એવું ગામ કે જ્યાં 108ને ફોન કરવા પણ જવું પડે છે, 8 કિલોમીટર દુર

By

Published : Jul 21, 2019, 6:37 AM IST

Updated : Jul 21, 2019, 7:59 AM IST

આજના હાઈટેક યુગમાં કોઈક જ એવું સ્થાન હશે જ્યાં મોબાઈલ ફોન પહોચ્યો ના હોય પરંતુ વલસાડ જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં મોબાઈલ ફોન તો છે પણ નેટવર્ક નથી ! જાણીની આશ્ચર્ય થશે પરંતુ ઇન્ટરનેટના યુગમાં મોબાઇલ નેટવર્કની સેવાથી વંચીત એક ગામ આજે ETV ભારતની નજરે ચડ્યું છે. આ ગામમાં લોકોએ એક ફોન કોલ કરવા માટે પણ 8 કિ.મી દુર ચાલીને ઘાટ પર આવવું પડે છે, જે લોકો આટલી દુર ન આવી શકતા તેવા લોકો સંદેશાનું આદાન પ્રદાન કરવા માટે રૂબરૂ વાતચીત કરવી જ યોગ્ય સમજે છે.

મહત્વની વાત છે કે, આ ગામમાં જો કોઈની તબિયત લથડે તો 108ને ફોન કરવા પણ લોકોએ 8 કિ.મી દુર જવુ પડે છે. આ ગામમાં મોબાઇલ નેટવર્ક સિવાય લોકો રોડ-રસ્તા તેમજ વિજળીની સમસ્યાથી પણ પીડાય છે. સંદેશા વ્યવહાર માટે વર્તમાન સમયમાં ખૂબ ઉપયોગી તેવા મોબાઈલ નેટવર્ક માટે અહીં આસપાસમાં એક પણ મોબાઈલ ટાવર ઉપલબ્ધ નથી. શાળાએ જતો બાળક, યુવા વર્ગ કે પછી સ્ત્રીઓ કે વૃદ્ધો આ તમામને આજના સમયમાં ઈન્ટરનેટ વિના ચાલી જ ન શકે...અહીંના ગામવાસીઓએ નોકરી માટે ઓનલાઈન અરજી કરવી હોય કે સરકારી અનાજ મેળવવાની ઓનલાઈન સ્લીપ મેળવવી હોય આ તમામ કાર્યો નેટવર્ક વિના અધૂરા છે, અહીંના લોકો પાસે મોબાઈલ તો છે પરંતુ નેટવર્ક ગાયબ છે. મસમોટા મોંધા મોબાઈલ ફોન પણ આ ગામમાં પહોંચતા જ માત્ર ડબલા બનીને રહી જાય છે.

એક એવું ગામ કે જ્યાં 108ને ફોન કરવા પણ જવું પડે છે, 8 કિલોમીટર દુર

સૌથી મહત્વની વાત તો એ છે કે, 2000થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં જો કોઇ માંદગીમાં સપડાય કે પછી તાત્કાલિક પોલીસ બોલાવવી પડે, ફોન કરતાની સાથે જ નેટવર્ક એરરની સમસ્યા આ ગામ લોકો સહન કરી રહ્યા છે. અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે, કોઈપણ ખાનગી મોબાઈલ કંપની દ્વારા આસપાસના વિસ્તારમાં એક ટાવર લગાવવામાં આવે જેથી માત્ર એક ગામ નહીં પરંતુ આસપાસના 20 ગામોને નેટવર્કની સમસ્યામાંથી છુટકારો મળી શકે.

Last Updated : Jul 21, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details