ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન ઈફેક્ટ: ખરીદી અને યોગ્ય ભાવ નહીં મળતા ખેતરમાં જ સડી રહ્યાં છે શાકભાજી - latest news of corona virus

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ખેતરોમાં શાકભાજીનો તૈયાર પાક લોકડાઉનને પગલે બજારો બંધ થઈ જતા ખેતરોમાં જ સડી રહ્યો છે. એકલ દોકલ વેપારીઓ જે શાકભાજી ખરીદે છે તેઓ પણ ખેડૂતોને પાકની નજીવી કિંમતો આપતા હોય તેઓની મજૂરી અને માર્કેટ સુધી પાકને લઈ જવાનો ખર્ચ માથે પડી રહ્યો હોય ધરમપુર તાલુકાના અનેક શાકભાજી કરનાર ખેડૂતોના ખેતરોમાં તૈયાર શાકભાજીઓ ન વેચાતા સડી રહ્યાં છે. કેટલાક ખેડૂતોએ શાકભાજીના યોગ્ય ભાવ નહીં મળતા હવે તે પશુઓને નાખવાનો વારો આવશે.

Vegetables are decaying in farms without getting proper prices
ઇફેક્ટ ઓફ લોકડાઉન: વેપારી ખરીદી કરવા ન આવતા અને યોગ્ય ભાવ ન મળતા શાકભાજી ખેતરોમાં જ સડી રહ્યો છે

By

Published : Apr 17, 2020, 10:24 AM IST

વલસાડઃ કોરોનાને લઈને સમગ્ર ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન ધરમપુર તાલુકાના ખેડૂતોને થયું છે. શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કોરોના લોકડાઉનને કારણે તમામ માર્કેટ બંધ થઇ જતા શાકભાજીમાં ટામેટા ,રીંગણ, ભીંડા, મરચાં સાહિતના શાકભાજી ખેતરોમાં હાલમાં તૈયાર પડ્યા છે. પણ જે વેપારીઓ માર્કેટમાં લેવા માટે આવતા હતા તે માર્કેટ બંધ થઇ જતા જેન કારણે ઉભો પાક ખેતરોમાં સડી રહ્યો છે. રીંગણ, ટામેટા ધરાવતા ખેડૂતોની હાલત ખૂબ દયનિય છે.

યોગ્ય ભાવ ન મળતા શાકભાજી ખેતરોમાં જ સડી રહ્યો છે

ધરમપુર તાલુકાના કુરગામ કંજરાઈ ફળીયામાં રહેતા ખેડૂતે જણાવ્યું કે, ખેતરોમાં ટામેટા તૈયાર થઈ ગયા છે પણ કોઈ વેપારી ન આવતા તેને ક્યાં લઈ જવા જેથી એ તોડ્યા નથી અને એના કારણે હવે તે બગડી રહ્યા છે. એકલ દોકલ વેપારીને જો આપીએ તો માત્ર 20 રૂપિયે કિલોના ભાવે વેચાણ થતું હોય તો મજૂરી પણ માથે પડે છે. સાથે જ લીલા મરચા તોડવા માટે એક મજૂરને એક દિવસના 200 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે અને એ બાદ પણ મરચાનો જથ્થો માર્કેટ લઈ જઈએ તો વેપારી માત્ર હાલના દિવસોમાં 150 કિલો મરચા ભાવ કિંમત ખેડૂતોને ચૂકવે છે.

યોગ્ય ભાવ ન મળતા શાકભાજી ખેતરોમાં જ સડી રહ્યો છે

આમ લોકડાઉનના સમયમાં મજૂરી માથે પડી રહી હોય ખેડૂતોએ શાકભાજી ખેતરમાંથી તોડવાની બંધ કરી દેતા શાકભાજીનો પાક ખેતરોમાં જ સુકાઈ અને કોહવાઈ રહ્યો છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. જો આગામી 20 તારીખે પણ લોકડાઉનમાં શાકમાર્કેટ કે તેના વેપારીને વ્યાપાર કરવા દેવમાં નહીં આવે તો ખેડૂતોને શાકભાજીની ઉપજ માટે કરવામાં આવેલ ખર્ચ માથે પડી જશે અને ખેતરોમાં સડી ગયેલો શાકભાજીનો જથ્થો પશુઓને નાખવાનો વારો આવશે.

યોગ્ય ભાવ ન મળતા શાકભાજી ખેતરોમાં જ સડી રહ્યો છે

ABOUT THE AUTHOR

...view details