ગુજરાત

gujarat

ETV Bharat / state

"સાઉથ ગુજરાત ટોપ મોડેલ 2021"માં વાપીની રિશ્વિ જૈન બની સુપર કિડ્સ ગર્લ્સ

વાપીની 5 વર્ષીય રિશ્વિ જૈને વાપીનું નામ રોશન કર્યું છે. વલસાડના તિથલ બીચ પર યોજાયેલા સાઉથ ગુજરાત ટોપ મોડેલ 2021માં રિશ્વિએ 100 સ્પર્ધકોમાંથી સુપર કિડ્સ ગર્લ્સનો તાજ જીત્યો છે.

સાઉથ ગુજરાત ટોપ મોડેલ 2021
સાઉથ ગુજરાત ટોપ મોડેલ 2021

By

Published : Mar 8, 2021, 4:17 PM IST

  • વાપીની રિશ્વિ બની સુપર કિડ્સ ગર્લ્સ
  • 9 કલર્સ ઈવન્ટમાં રિશ્વિએ જીત્યો તાજ
  • મોટી બની સુપર મોડેલ બનવાનું સપનું છે

વલસાડ : વાપીમાં જેડી ડાન્સ એકેડમીમાં ડાન્સના સ્ટેપ શીખતી 5 વર્ષની રિશ્વિ જૈને ડાન્સ એકેડમી સહિત તેમના માતાપિતા અને વાપીનું નામ રોશન કર્યું છે. વલસાડના તિથલ બીચ પર 1લી માર્ચે આયોજક શ્યામ પટેલની અધ્યક્ષતામાં 9 કલર્સ ઇવન્ટ યોજાઈ હતી. 2 વર્ષથી 60 વર્ષની ઉંમરના સ્પર્ધકો માટે યોજાયેલા આ ફેશન શૉમાં રિશ્વિ એ કિડ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી સુપર કિડ્સ ગર્લ્સનો તાજ જીત્યો છે.

"સાઉથ ગુજરાત ટોપ મોડેલ 2021"માં વાપીની રિશ્વિ જૈન બની સુપર કિડ્સ ગર્લ્સ

આ પણ વાંચો -ગુજરાતી મહિલાનું સાહસ, પોતાની મહેનતથી 4 વર્ષમાં વિશ્વવ્યાપી ઉદ્યોગ શરૂ કર્યો

100 સ્પર્ધકોમાંથી સુપર કિડ્સ ગર્લ્સનો તાજ જીત્યો

વલસાડના તિથલ બીચ પર 1 માર્ચના રોજ ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 કલર્સ ઇવન્ટના બેનર હેઠળ શ્યામ પટેલે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં વાપીની રિશ્વિ જૈન નામની 5 વર્ષની બાળકીએ ભાગ લીધો હતો. 100 સ્પર્ધકોમાંથી સાઉથ ગુજરાત ટોપ મોડેલ 2021 ઈવન્ટમાં સુપર કિડ્સ ગર્લ્સનો તાજ રિશ્વિએ જીત્યો હતો. આ અંગે રિશ્વિએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે, તેને સ્પર્ધામાં ખૂબ મજા આવી હતી. શૉમાં તેને વેસ્ટર્ન ડાન્સ, ટ્રેડિશનલ ડાન્સના સ્ટેપ પર રેમ્પ વોક કર્યું હતું. તે મોટી થઈને ઇન્ડિયાની નહીં, પંરતુ ઈન્ટરનેશનલ સુપર મોડેલ બનવા માંગે છે અને એ માટે તે ખૂબ મહેનત કરશે.

વાપીની રિશ્વિ બની સુપર કિડ્સ ગર્લ્સ

આ પણ વાંચો -Women's day : ETV Bharatના મહિલા કર્મચારીઓના દિલની વાત

માતાપિતાનું સપનું દીકરીએ પૂરું કર્યું

રિશ્વિની જીત અંગે તેમના માતાપિતા જીતેશ જૈન અને સપના જૈને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ તેમનું સપનું હતું. જે તેમની દીકરીએ પૂરું કર્યું છે. પહેલા શૉમાં જ તેને ભવ્ય સફળતા મેળવી છે. તેમના પરિવારનું જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો -ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

રિશ્વિએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા

ઉલ્લેખનીય છે કે, રિશ્વિ વાપીના જેડી ડાન્સ એકેડમીમાં ડાન્સના સ્ટેપ્સ શીખી રહી છે. આ તેમનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ હતું. જેમાં તેને પોતાની પ્રતિભાના દર્શન કરાવી દીકરીના રૂપમાં તેમની માતાનું અને પિતાનું સપનું પૂરું કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details