- રેઇનબો હોસ્પિટલને મળ્યું NABH સર્ટિફિકેટ
- સફળતાનાં 4 વર્ષની ઉજવણી પ્રસંગે સ્ટાફને કર્યા પ્રોત્સાહિત
- હોસ્પિટલમાં કોવિડ કાળમાં સ્ટાફની સેવા બદલ આભાર માન્યો
વાપી :- વાપીમાં કાર્યરત રેઇનબો મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના 4 વર્ષ પૂર્ણ થવાની અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એનાયત કરાયેલ NABH સર્ટિફિકેટની ખુશીમાં હોસ્પિટલમાં એક સેરેમની કાર્યક્રમનું આયોજન કરી હોસ્પિટલમાં કાર્યરત તબીબો, પેરામેડીકલ સ્ટાફને કોરોના મહામારીમાં નિભાવેલી ફરજ માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં.
NABH સર્ટીફિકેટ મળ્યુ
વાપીમાં છેલ્લા 4 વર્ષથી આરોગ્યક્ષેત્રે અદ્યતન સુવિધા સાથે કાર્યરત વાપી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ (રેઇનબો મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ)ને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ બેવડી ખુશી હોસ્પિટલ સ્ટાફના સહયોગ અને અથાગ મહેનતને આભારી હોય હોસ્પિટલના ડાયરેકટર ડૉ. વિનય પટેલ અને મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. તેજસ શાહ દ્વારા એક સેરેમની કાર્યક્રમનું આયોજન કરી હોસ્પિટલના તમામ તબીબો, પેરામેડીકલ સ્ટાફ સહિત તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. તો કોરોના મહામારીમાં કોવિડ દર્દીઓની સેવાને સતત પ્રાધાન્ય આપનાર કર્મચારીઓને હોસ્પિટલ તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં. આ પ્રસંગે કેક કાપી 4 વર્ષનું સેલિબ્રેશન પણ કર્યું હતું.
વાપીની રેઇનબો હોસ્પિટલને મળ્યો NABH એવોર્ડ આ પણ વાંચો : વડોદરામાં કોરોના કેસની સંખ્યા ઘટતાં 70 ટકા બેડ ખાલી
દોઢ મહિનાથી સારવાર હેઠળ રહેલા દર્દીને કર્યા ડિસ્ચાર્જ
વાપીમાં કાર્યરત રેઇનબો મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના 4 વર્ષ પૂર્ણ થવાની અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એનાયત કરાયેલ NABH સર્ટિફિકેટની ખુશીમાં હોસ્પિટલના ડાયરેકટર ડૉ. વિનય પટેલ અને મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. તેજસ શાહે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોવિડના પ્રથમ અને બીજા વેવ દરમ્યાન અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ પણ સ્ટાફના સહયોગથી સૌથી વધુ કોવિડના દર્દીઓને બચાવી શક્યા છીએ. કોવિડકાળમાં 850 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપી છે. જેમાં 90 થી 100 દર્દીઓ જ મૃત્યુને ભેટ્યા છે. અને તે પણ એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં એડમિટ થયેલા હતાં. હોસ્પિટલમાં સૌથી વધુ ICU પેશન્ટ આવ્યાં હોવા છતાં તેને સારવાર આપી સાજા કરી આ સિદ્ધિ મેળવી છે.
વાપીની રેઇનબો હોસ્પિટલને મળ્યો NABH એવોર્ડ 150થી વધુ નિયમોનું પાલન કર્યું હોય તો જ મળે છે NABH સર્ટિફિકેટઉલ્લેખનીય છે કે જે હોસ્પિટલમાં આરોગ્ય ક્ષેત્રે મેળવવા પડતા બધાજ લાયસન્સ મેળવ્યા હોય, અદ્યતન આરોગ્ય સુવિધાઓ હોય, પૂરતો સ્ટાફ હોય તમામ પેપરવર્ક કમ્પ્લીટ હોય તેવી હોસ્પિટલને જ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. હાલ આ એન્ટ્રીલેવલનું સર્ટિફિકેટ છે. અને આગામી દિવસમાં વધુ દર્દીઓને નવજીવન આપી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની નેમ હોસ્પિટલ સંચાલકોએ વ્યકત કરી હતી.
આ પણ વાંચો : ડીસામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે માળી સમાજ દ્વારા કોવિડ કેસ સેન્ટર શરૂ કરાયું