- કોરોના કાળમાં અન્ય બીમારીથી ડરો નહીં - ડૉ. કલ્પેશ મલિક
- અન્ય બીમારીના ઓપરેશન હરિયા હોસ્પિટલમાં થઈ રહ્યા છે
- કોરોનાની સારવાર અને અન્ય સારવાર પણ કરવામાં આવી રહી છે
વલસાડ : કોરોના મહામારી દરમિયાન અનેક લોકો અન્ય બીમારીથી પીડાતા હોવા છતાં તેમના ઓપરેશન માટે હોસ્પિટલમાં જતા ડરી રહ્યા છે, ત્યારે કોરોના સિવાયના તમામ ઓપરેશન પણ હોસ્પિટલમાં થાય છે. એટલે લોકો ખોટી માન્યતામાં આવ્યા વગર ઓપરેશન માટે હોસ્પિટલમાં જાય તેવી અપીલ વાપીના જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. કલ્પેશ મલિકે લોકોને કરી હતી.
હરિયા એલજી રોટરી હોસ્પિટલમાં તમામ પ્રકારની સર્જરી કરવામાં આવી રહી છે
કોવિડની બીજી લહેરની અસર દક્ષિણ ગુજરાતના હજારો દર્દીઓ પર પડી છે. આ સમયે જ્યારે લોકો તેમના ઘરની બહાર આવવા માટે પણ ડરતા હોય છે, ત્યારે વાપીની હરિયા એલજી રોટરી હોસ્પિટલમાં તમામ પ્રકારની સર્જરી કરવામાં આવી રહી છે. સિનિયર કાર્ડિયો વેસ્ક્યુલર અને થોરાસિક સર્જન ડૉ. કલ્પેશ મલિકે આ અંગે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, તેમને હાલમાં સફળતાપૂર્વક કાર્ડિયાક સર્જરી કરી રહ્યા છે. દરેક દર્દીઓ માટે હોસ્પિટલના દરવાજા ખુલ્લા છે અને તેમાં કોરોનરી બાયપાસ સર્જરી, વાલ્વ સર્જરી અને હૃદયની તકલીફવાળા બાળકો જેવા કેસમાં સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી છે. આ રોગવાળા હૃદયરોગીઓ સિવાયના અન્ય ઘણા દર્દીઓ પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે.
કોરોના કાળમાં પણ વાપીની હરિયા હોસ્પિટલ દરેક પ્રકારની સર્જરી માટે સજ્જ છે આ પણ વાંચો -વાપીની હરિયા હોસ્પિટલમાં સફાઈ કર્મીઓને પગાર આપ્યા વિના કાઢી મૂક્યા
વાપીના કાર્ડિયાક સર્જનની લોકોને અપીલ
ડૉક્ટર કલ્પેશ મલિકે જણાવ્યું હતું કે, તે પોતે પણ કોરોનાનો ભોગ બન્યા હતા અને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. ICUમાં તેમની સામે દર્દીઓ મૃત્યુ પામતા જોયા છે. આ સમય તે ક્યારેય નહીં ભૂલે કેમ કે, તે સમયે તે પોતે પણ આઘાતમાં સરી પડયા હતા. તેમને નહીં બચે તેવુ તેમને સતત લાગ્યા કરતું હતું. જો કે, કોરોનાને હરાવી તે ફરી પાછા પોતાના તબીબી વ્યવસાયમાં આવ્યાં છે. લોકોને અપીલ છે કે, આ રોગચાળા દરમિયાન પણ તેમની જે અન્ય બીમારી છે તે બીમારી માટે વિલંબ ન કરે બને તેટલા વહેલા હોસ્પિટલમાં જઈ તેમની સારવાર કરાવે. વાપીની હરિયા એલજી રોટરી હોસ્પિટલમાં પણ આ તમામ સારવાર માટે તબીબો કોરોના કાળમાં પણ સર્જરી કરી દર્દીઓના જીવ બચાવી રહ્યા છે.
કોરોનાની સારવાર અને અન્ય સારવાર પણ કરવામાં આવી રહી છે આ પણ વાંચો -વાપીમાં પ્રસૃતાના મોત બાદ ડૉકટર પર બેદરકારીનો આક્ષેપ
હરિયા હોસ્પિટલ ખાતે ખાસ કોવિડ સેન્ટરની પણ સુવિધા ઉભી કરાઇ છે
ઉલ્લેખનીય છે કે, હરિયા હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે ખાસ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટર માટે હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે, તો ઓક્સિજનની ઘટ ન પડે તે માટે હાલમાં જ 1000 લીટરની ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. હરિયા હોસ્પિટલમાં રોજના 700 લીટરથી વધુ ઓક્સિજનની ખપત થઈ રહી છે.