ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીની 2 ખાનગી હૉસ્‍પિટલ્સ કોવિડ-19 હોસ્‍પિટલ બની, સરકારની ગાઇડલાઈન મુજબ અપાશે કોરોનાની સારવાર - vapi news

વલસાડ જિલ્લામાં જે પોતાની હૉસ્પિટલને કોવિડ-19ની હૉસ્પિટલ બનાવવા ઈચ્છતા હોય તે જિલ્લા આરોગ્‍ય અધિકારી અથવા તબીબી અધિક્ષક સંપર્ક કરીને કોવિડ-19 દર્દીઓની સેવામાં જોડાઈ શકે છે. આ જાહેરનામું જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાની અનેક હોસ્પિટલો કોવપિડ-19ની સારવાર જોડાઈ રહી છે.

વાપી
વાપી

By

Published : Jul 22, 2020, 6:01 PM IST

વાપી: વલસાડ જિલ્લામાં કોઇ પણ ડૉક્‍ટર પોતાની હોસ્‍પિટલ કોવિડ-19 હોસ્‍પિટલ તરીકે કાર્યરત કે સારવાર માટે પરવાનગી મેળવવાની ઇચ્‍છા ધરાવતા હોય તો મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી અથવા તબીબી અધિક્ષક જી.એમ.ઇ.આર.એસ. હોસ્‍પિટલને પોતાની દરખાસ્‍ત રજૂ કરી શકે છે. આ પરિપત્ર બાદ વાપીની શેલ્બી અને 21st સેન્ચ્યુરી હોસ્પિટલને આ માટે મંજૂરી આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં પ્રવર્તમાન ડીસીઝ એક્‍ટ તથા કેન્‍દ્ર/રાજ્‍ય સરકારના વખતોવખતના જાહેરનામા, માર્ગદર્શિકા તથા નામદાર હાઇકોર્ટ/ સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટને સુસંગત રહી ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ પરવાનગી આપવાનું વિચારી જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે એક પરિપત્ર બહાર પડ્યો હતો. જે મુજબ કોઈપણ ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ પોતાની હોસ્‍પિટલ કોવિડ-19 હોસ્‍પિટલ તરીકે કાર્યરત કે સારવાર માટે પરવાનગી મેળવી શકશે.

વાપીની 2 ખાનગી હોસ્‍પિટલો કોવિડ-19 હોસ્‍પિટલ બની, સરકારની ગાઇડલાઈન મુજબ આપશે કોરોનાની સારવાર
આ પરિપત્ર બાદ વાપીમાંથી બે હોસ્પિટલોએ કોવિડ-19ની સારવાર આપવાની ઇચ્‍છા ધરાવી છે. આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, શેલ્બી હોસ્પિટલમાં 20 બેડ હોસ્પિટલના અને 20 બેડ સરકારના મળી 40 બેડની વ્યવસ્થા ઉભી કરી છે. જ્યારે 21st સેન્ચુરી હોસ્પિટલમાં 70 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ-19ની સારવાર આપવાની મંજૂરી આપતા પહેલા સરકારી તબીબો દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. જેમાં હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા કેટલી છે. વેન્ટિલેટર કેટલા છે. ICUમાં કેવી સગવડ છે તે તમામ ચકાસણી કરવામાં આવે છે. જે બાદ જ મંજૂરી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details