ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી ટાઉન પોલીસે વરલી મટકાના કેસમાં નામચીન સાજનના વોન્ટેડ સાગરીત જગદીશને દબોચી લીધો - સેલવાસથી અંકલેશ્વર

વાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં સટ્ટાબેટિંગ અને વરલી મટકા જુગારના ધંધામાં નામચીન એવા સાજનના સાગરીત રહેમતુલ્લા ઉર્ફે રમેશ ચપટો સલીમ શેખને 54,700 ના મુદ્દામાલ સાથે વાપી ટાઉન પોલીસે દબોચી આ કેસમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સાજનને પાસામાં ધકેલ્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપી જગદીશને ડી-સ્ટાફે નામધા વિસ્તારમાંથી દબોચી લેતા, વરલી મટકાના ધંધા સાથે સંકળાયેલ સટોડીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

વાપી ટાઉન પોલીસે વિદેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી
વાપી ટાઉન પોલીસે વિદેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી

By

Published : Dec 23, 2020, 12:02 PM IST

Updated : Dec 23, 2020, 12:21 PM IST

  • વરલી મટકામાં વોન્ટેડ જગદીશ પ્રજાપતિની પોલીસે કરી ધરપકડ
  • સાજન નામના મુખ્ય સૂત્રધાર સાથે જગદીશ હતો વોન્ટેડ
  • પોલીસે કુલ 33,52,340 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાપી : વાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં સટ્ટાબેટિંગ અને વરલી મટકા જુગારના ધંધામાં નામચીન એવા સાજનના સાગરીત રહેમતુલ્લા ઉર્ફે રમેશ ચપટો સલીમ શેખને 54,700 ના મુદ્દામાલ સાથે વાપી ટાઉન પોલીસે દબોચી આ કેસમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સાજનને પાસામાં ધકેલ્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપી જગદીશને ડી-સ્ટાફે નામધા વિસ્તારમાંથી દબોચી લેતા, વરલી મટકાના ધંધા સાથે સંકળાયેલ સટોડીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

વાપી ટાઉન પોલીસે વિદેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી

ફરાર જગદીશ પ્રજાપતિને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી

ગત ઓકટોબર માસમાં વાપી-દમણ મુખ્ય માર્ગ પર પેટ્રોલિંગમાં રહેલી વાપી ટાઉન પોલીસે વરલી મટકાના ધંધાનો પર્દાફાશ કરીને નામચીન આરોપી એવા રહેમતુલ્લા ઉર્ફે રમેશ ચપટોને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી ટાઇમ બજાર, કલ્યાણ ઓપન, દિવસ મિલન ઓપન તથા બંધ બજાર ઉપર લેવાતા આંકડાની વિગતો મેળવી આંકડા મંગાવતા અને વેચતા મુખ્ય સૂત્રધાર અને સટ્ટાબેટિંગ વરલી મટકાના માસ્ટર ગણાતા સાજન અને તેના સાગરીત જોન, જગદીશ પ્રજાપતિ, નયનને વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં સાજન અને જોન પોલીસ સમક્ષ હાજર થયા બાદ સાજનને પાસામાં ધકેલી, ફરાર જગદીશ પ્રજાપતિને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડી-સ્ટાફે નામધામાંથી સટોડીયાને ઝડપી પાડ્યો

વરલી મટકા, IPL સટ્ટાબેટિંગ, દેહવ્યાપાર, જુગારના અડ્ડા ચલાવવા સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપી મહંમદ અફઝલ હુસેન ડોલા ઉર્ફે સાજન મહમદ હુસેન ડોલા અને અમિત ઉર્ફે જોન અમીર સુરાની જુગારધારાની કલમમાં વાપી પોલીસ મથકે સામેથી હાજર થયા હતા. જેઓને જામીન મળ્યા બાદ ફરી પોલીસે સાજનની અટક કરી પાસા હેઠળ રાજકોટ જેલમાં હવાલે કર્યો હતો. જ્યારે આ કેસમાં વોન્ટેડ જગદીશ પ્રજાપતિને નામધા વિસ્તારમાંથી ડી-સ્ટાફે દબોચી લઇ લીધો છે.

જગદીશ પ્રજાપતિ રમેશ ચપટાને આંકડા આપતો હતો

આ સમગ્ર ગેરકાનૂની પ્રવૃત્તિમાં સાજન મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે બાદ જોન, નયન, જગદીશ નામના તેમના સાગરીતો રમેશ ચપટા સલીમ શેખને આંકડા આપતા હોવાનું અને તે આંકડા દ્વારા રમેશ ચપટો બાઈક પર વાપીના મુખ્ય માર્ગો પર ફરી બેટિંગ કરાવી કટીંગ ઉઘરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

સાજન અને સાગરીત જગદીશ ગેરકાનૂની પ્રવુતિ સાથે સંકળાયેલ

ઉલ્લેખનીય છે કે, સાજન અને તેના સાગરિતો છેલ્લાં કેટલાંક વર્ષોથી વરલી મટકા, સટ્ટા બેટિંગ, દેહવ્યાપાર માટે યુવતીઓ પૂરી પાડવી જેવા ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલા છે. તેઓએ કેટલાંય યુવાનોને વરલી મટકાના રવાડે ચડાવી સટોડિયા બનાવી દીધા છે.

Last Updated : Dec 23, 2020, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details