ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીથી જૌનપુર જતી ટ્રેનના કોચમાં ગંદકી અને ધૂળના ઢગ ખડકાયા હોવાનો વીડિયો વાયરલ - latest news of vapi

વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 8 જેટલી શ્રમિક ટ્રેનને UP, MP અને બિહાર રવાના કરી શ્રમિકોને સુખરૂપ, સેનેટાઇઝ કરેલા કોચમાં મોકલવામાં આવ્યા હોવાની ગુલબાંગ પોકારાઈ રહી છે. તેવામાં એક વાયરલ થયેલા વીડિયોએ રેલવેતંત્રની પોલ ખોલી નાખી છે. જૌનપુર રવાના કરેલી ટ્રેનના કોચમાં ગંદકીના અને ધૂળના ઢગ ખડકાયેલ વીડિયો વાયરલ થયો છે.

vapi
વાપી

By

Published : May 15, 2020, 4:29 PM IST

વલસાડઃ જિલ્લાના વાપી GIDC અને અન્ય ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા 11,200 શ્રમિકોને UP, MP અને બિહાર સુખરૂપ રવાના કર્યા હોવાના શ્રેયના ટ્વીટ કરી વલસાડ કલેકટર સી.આર. ખરસાણ વાહવાહી મેળવી રહ્યાં છે. વાપી રેલવે વિભાગ પણ પોતાની અદભૂત સર્વિસના ગુણ ગાઈ રહ્યું છે. એવામાં એક વાયરલ વીડિયોએ ચકચાર મચાવી છે.

વાપીથી જોનપુર રવાના કરેલી ટ્રેનના કોચમાં ગંદકીના અને ધૂળના ઢગ ખડકાયેલ હોવાનો, વીડિયો વાયરલ
આ અંગે મળતી વિગતો મુજબ વાપીથી ગુરુવારે એક શ્રમિક ટ્રેન યુપીના જોનપુર રવાના કરાઈ હતી. આ ટ્રેનમાં 1600 જેટલા શ્રમિકો હતા. આ ટ્રેનના દરેક કોચમાં સીટ પર ધૂળના થર જામેલા હતાં. સીટ પર જ્યાં ત્યાં પાણીની ખાલી બોટલો પડી હતી. જે જોઈને પ્રવાસીઓ ચોંકી ગયા હતાં. આ અંગે એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેને લઈને રેલવે વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે.
ટ્રેનના કોચમાં ગંદકીના અને ધૂળના ઢગ ખડકાયેલ વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, વાપી રેલવે વિભાગે ટ્રેન મોકલતા પહેલા તેને ડિસઇન્ફેક્શન કરવામાં આવતી હોવાનું અને તમામ કોચને સેનેટાઇઝ કરવામાં આવતો હોવાની ગુલબાંગો પ્રથમ ટ્રેન રવાના કરી હતી જેની પોલ એક સપ્તાહમાં જ ખુલી ગઈ છે. અને તે પોલ એક પ્રવાસીએ વીડિયો વાયરલ કરીને ખોલી નાખી છે.
ટ્રેનના કોચમાં ગંદકીના અને ધૂળના ઢગ ખડકાયેલ વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details