વાપીઃ રહેણાંક ઇમારતમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આગ લાગતાં અફરા-તફરી - આગ
વાપીના ગુંજન વિસ્તારની રહેણાંક ઇમારતમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં શુક્રવારે રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભાગદોડ મચી હતી. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા વાપરી રહેવાસીઓને ઇમારત ખાલી કરવાની સૂચના આપી, આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
વાપીઃ રહેણાક બિલ્ડિંગમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આગ લાગતાં બિલ્ડિંગ ખાલી કરાવાઈ
વાપી: શહેરના ગુંજન વિસ્તારમાં આવેલા દર્શના એપાર્ટમેન્ટમાં શુક્રવારે રાત્રે આગની ઘટના બની હતી. રહેણાંક ઇમારતમાં એક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં રહેવાસીઓમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. આગને વધુ પ્રસરતી રોકવા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે 2 વૉટર બ્રાઉઝર ટીમને મોકલી સલામતી ખાતર ઇમારતમાં રહેતાં લોકોને ઇમારતની બહાર બોલાવી ઇમારત ખાલી કરાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.