ગુજરાત

gujarat

ETV Bharat / state

Vapi SOG Arrest Drug Peddler : બલિઠાના એપાર્ટમેન્ટમાં ડ્રગ્સના 1 કિલોના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી એસઓજી

વાપી નજીક બલિઠા ગામે SOGની ટીમે (Vapi SOG Raid) MD ડ્રગ્સના 1 કિલોના જથ્થા સાથે 1 ઇસમની ધરપકડ (Vapi SOG Arrest Drug Peddler) કરી છે. હાલ આ અંગે પોલીસે સત્તાવાર કોઈ વિગતો આપી નથી. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ આપશે.

Vapi SOG Arrest Drug Peddler : બલિઠાના એપાર્ટમેન્ટમાં ડ્રગ્સના 1 કિલોના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી એસઓજી
Vapi SOG Arrest Drug Peddler : બલિઠાના એપાર્ટમેન્ટમાં ડ્રગ્સના 1 કિલોના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી એસઓજી

By

Published : Apr 20, 2022, 2:12 PM IST

વાપીઃ વાપી નજીક બલિઠાગામે સાઈ ફળિયામાં આવેલ સાંઈ મંદિર એપાર્ટમેન્ટમાં બીજા માળે એક ફ્લેટમાં SOG ની ટીમે દરોડો (Vapi SOG Raid) પાડી 1 મારવાડી ઇસમને 1 કિલો આસપાસ માદક પદાર્થ સાથે ઝડપી (Vapi SOG Arrest Drug Peddler) પાડી FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો

વાપીના બલિઠા ગામેથી મળી આવ્યો માદક પદાર્થ - આ અંગે મળતી વિગત મુજબ બલિઠા સાઈ મંદિર એપાર્ટમેન્ટમાં રહેતા 2 ઈસમો માદક પદાર્થનું વેચાણ કરતા હોવાની ખાનગી બાતમી SOGની ટીમને મળી હતી. જે બાતમીના આધારે મંગળવારે SOGની ટીમે પોલીસ કાફલા સાથે એપાર્ટમેન્ટને કોર્ડન કરી બીજા માળે રૂમ નંબર 206માં રેઇડ કરી હતી. જે દરમ્યાન એક ઇસમ નાસી ગયો હતો. જ્યારે એક ઈસમને ઝડપી (Vapi SOG Arrest Drug Peddler) ફ્લેટમાં તપાસ કરતા તેમની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ Junagadh Police Arrest Drug peddler : દોલતપરા વિસ્તારમાંથી મેફ્રેડોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ

SOGની ટીમે રેઇડ કરી એક ઇસમને દબોચી લીધો- પકડાયેલ ઇસમ મૂળ રાજસ્થાનનો (Rajasthani Drug Peddler Arrested ) હોવાનો અને તેમની પાસે મળેલો માદક પદાર્થ અફીણ અથવા MD ડ્રગ્સ હોવાનું જાણી SOGની ટીમે ઇસમની ધરપકડ (Vapi SOG Arrest Drug Peddler) કરી વધુ તપાસ હાથ ધરી હતી. માદક પદાર્થની હેરાફેરીનો SOGએ પર્દાફાશ કરી કાફલા સાથે ધસી જઇ રેડ કરતા લોકોમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચોઃ Crime News in Surat : પાંડેસરામાં નશાકારક સ્ટીક્સનું વેચાણ કરતાં બે આરોપીની ધરપકડ

વાપી પોલીસે હાલ સત્તાવાર વિગતો આપવાનું ટાળ્યું-જ્યારે સમગ્ર મામલે SOGની ટીમે (Vapi SOG Arrest Drug Peddler) FSLની મદદ લઇ કયા પ્રકારનો માદક પદાર્થ કે ડ્રગ્સ છે તેની ચકાસણી હાથ ધરી છે. જો કે હાલ આ અંગે પોલીસે સત્તાવાર કોઈ વિગતો (Vapi Crime News) આપી નથી. જે તેમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આપશે.

ABOUT THE AUTHOR

...view details