હૈદરાબાદઃઆ વર્ષે ગુજરાત (Gujarat Monsoon 2022) પર મેઘરાજાની સારી એવી મહેરબાની રહી છે. પણ ધોધમાર પડેલા વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓની (Side Effect of Massive Rainfall) વણઝાર ઊભી કરી છે. ગ્રામ્ય પંથક અને તાલુકાઓમાં વહેતી નદીઓ ઓવરફ્લો (River Overflow in Gujarat) થઈ ગઈ છે, તો આ વખતે ઘણા ગામો સંપર્ક વિહોણા થયા છે. પણ ઘણા એવા પણ કિસ્સા બન્યા છે જેમાં પૂલ ધોવાઈ (Pre monsoon plan and Road work) ગયો તો ક્યાંય ડામર રોડથી સજ્જ થયેલો પૂલ પ્રવાહમાં વહી ગયો. સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ અનેક એવા રસ્તાઓને જાણે ચંદ્ર પરની ધરતીનો રસ્તો હોય એવા કરી દીધા છે. પ્રસ્તુત તસવીર એ કોઈ શહેર કે ગામના રસ્તાની નથી પણ નેશનલ હાઈવેની છે.
આ પણ વાંચોઃ બેટમાં ફેરવાયું ઘેડ, ખેતર બન્યા તળાવ, જુઓ પંથકનો ડ્રોન વીડિયો
હાઈવે છે કે હળદોલા કેન્દ્રઃ વાપી અને સેલવાલા વચ્ચેનો નેશનલ હાઈવે 48 વરસાદને કારણે ટેકરા રોડ બની ગયો છે. જેમાં ક્યાંક ખાડા પડ્યા છે તો ક્યાંક ડામર ઉખડી ગયો છે. આ જ રૂટમાં આગળ જતા એટલા મોટા ખાડા છે કે, ભલભલા વાહનોના એન્જિનને આ ખાડાઓ હળવેકથી સ્પર્શ કરીને અડી અડીને છૂટા પડતા હોય એવું લાગે. આ રૂટ પરથી પસાર થનારા વાહનમાં બેઠેલી વ્યક્તિને એવો અહેસાસ થાય કે, વાહન કોઈ રસ્તા પર નહીં પણ સૂકાઈ ગયેલા દરિયામાં ચાલતું હોય. આમ તો કોઈ પણ સરકાર મસમોટા હાઈવે પ્રોજેક્ટની લાલ રીબીન કાપે એટલે એવા દાવા કરે છે કે, હવે અંતર ઘટશે. આ સિવાય એમાં ટોલ બુથમાંથી કેટલા ખંખેરશે એ તો પ્રજા જાણે છે. પણ રોડનું કામ કેવું અને કેટલું ગુણવત્તા યુક્ત થયું છે એનો ગ્રાઉન્ડ અને ફ્લોર ટેસ્ટ તો ચોમાસું કરે છે.
આ પણ વાંચોઃ તિસ્તા કેસમાં કોંગ્રેસ ક્નેક્શન મળતા વાઘાણીએ ચાબખા માર્યા, કહ્યું કોંગ્રેસનું કાવતરૂ
ગાબડા રોડઃસામાન્ય રીતે નેશનલ હાઈવે એટલા સરસ હોય છે કે, ગાડી સળસળાટ નીકળી જાય. પણ નેશનલ હાઈવે 48 પર વાપીથી સેલવાસા વચ્ચેનો રસ્તો સ્પોર્ટ્સ કારને પણ બ્રેક મરાવી દે એમ છે. સતત અને સખત વરસાદને કારણે ચોમેર નુકસાન થયું છે. પરંતુ, જેમાં કરોડો રૂપિયા ખર્ચાય છે અને વર્ષો સુધી એનું કામ ચાલે છે. જેના પર વાહન દોડાવવાના પૈસા ચૂકવવા પડે છે એવા રસ્તાની આવી ગુણવત્તા પ્રોજેક્ટથી લઈને પરિણામ તૈયાર કરનારા દરેક વ્યક્તિ અને તંત્ર સામે મોટો પ્રશ્નાર્થ મૂકે છે. હવે આ જ રોડ પર મસમોટી રકમના ટોલટેક્સ લેવામાં આવે છે શું તે યોગ્ય છે?