ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી પોલીસે 200થી વધુ પીધેલાઓની કરી અટક

શરાબ અને કબાબના શોખીનો માટે સ્વર્ગ ગણાતા દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ભારે ધૂમધામથી થતી હોય છે. નવા વર્ષના આગમનની ઉજવણી માટે 31મી ડિસેમ્બરે દમણની હોટેલોમાં મોટી મોટી પાર્ટીઓનું આયોજન થતું હોય છે. જેેની મોજ માણવા વલસાડ, નવસારી, સુરતના શોખીનો દર વર્ષે તલપાપડ બનતા હોય છે. જેઓની સામે વલસાડ પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામી 30મી ડિસેમ્બરના જ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી 200 થી વધુ પીધેલાઓની અટકાયત કરી હતી.

vapi
vapi

By

Published : Dec 31, 2020, 3:01 PM IST

  • વલસાડ પોલીસનું પીધેલાઓને પકડવાનું અભિયાન
  • 30 ડિસેમ્બરે જ વાપી ડિવિઝનમાં 200થી વધુ પીધેલા પકડાયા
  • દારૂડિયાઓનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો

    વાપીઃ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સંઘપ્રદેશમાંથી દારૂ પી ને ગુજરાતમાં પ્રવેશતા દારૂડિયાઓ પર 31મી ડિસેમ્બર પહેલા 30 ડિસેમ્બરે જ તવાઈ બોલાવતા વાપી ડિવિઝન હેઠળના પોલીસ મથકોમાં જ 200થી વધુ દારૂડિયાઓ અટક કરી કોવિડ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


    શરાબના શોખીનો માટે વલસાડ પોલીસે ચેતવણી જાહેર કરી છે. દમણમાં પાર્ટી કરો તો વાંધો નહી, પરંતુ દારુ પીને ત્યાંથી આવ્યા તો જેલની હવા ખાવાની તૈયારી રાખવી પડશે. થર્ટી ફર્સ્ટની રાત્રી પહેલા જ પીધેલાઓને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા બંને સંઘપ્રદેશો અને મહારાષ્ટ્રને જોડતી તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. અહીં બનેલી ચેકપોસ્ટો પર પોલીસે વાહનો પર આવતા લોકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા આલ્કોહોલિક પ્રમાણ ચેક કરી જે પણ ઇસમ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા તે તમામની અટક કરી હતી.
    વાપી પોલીસે 200થી વધુ પીધેલાઓની કરી અટક


    વાપીમાં ટાઉનમાં 100 થી વધુ પકડાયા

    અટક કરેલા લોકોની વિગતો જોઈએ તો વાપી ટાઉન પોલીસે ચલા ચેકપોસ્ટ, કચિગામ ચેકપોસ્ટ, બલિઠા, મોરાઈ ચેકપોસ્ટ વગેરે સ્થળોએ દમણથી દારૂ પીને આવતા 100થી વધુ દારૂડીયાઓની અટક કરી બસમાં ભરી વાપી ટાઉન ખાતે બનાવેલ મંડપમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં આરોગ્યની ટીમ દ્વારા કોવિડ એન્ટીજેન ટેસ્ટ કરાવી અટક કરી હતી.

    સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક ફરજીયાત

    GIDC પોલીસ મથકમાં પણ રાત્રીના 12 વાગ્યા સુધીમાં 30થી વધુ લોકોની અટક કરી VIA હોલ ખાતે આરોગ્યની ટીમ પાસે કોવિડ 19નો ટેસ્ટ કરાવી VIA હોલમાં અટક કર્યા હતા. ડુંગરા પોલીસ મથકે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી દારૂ પી ને આવનારા લોકો પર તવાઈ બોલાવી હતી. ડુંગરા પોલીસે રાત્રીના 12 વાગ્યા સુધીમાં 40 જેટલા પિયકકડોની અટકાયત કરી એન્ટીજેન ટેસ્ટ કર્યા હતાં. કોરોના સંક્રમણ ને ધ્યાને રાખી તમામને ફરજિયાત માસ્ક પહેરાવી સોશ્યલ ડિસ્ટન્સ સાથે પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતાં. એ જ રીતે ભિલાડ, ઉમરગામ, મરીન પોલીસ સ્ટેશન મળી કુલ 200થી વધુ પીધેલાઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
    પોલીસ સ્ટેશન બહાર ભીડ

    જો કે આ વખતે વલસાડ પોલીસે ખૂબ જ સતર્કતા પણ દાખવી છે. માત્ર 31મી ડિસેમ્બરને બદલે 30 મી ડિસેમ્બરથી જ પીધેલાઓને પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. એ ઉપરાંત તમામ પીધેલાઓને જામીન પર છોડવા માટે કોર્ટ સુધી લઈ જવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ જામીન આપવાની પહેલ કરતા પોલીસ સ્ટેશન બહાર અટક કરેલા પીધેલાઓના પરિવારજનો અને જામીન આપવા આવેલા લોકોનો ધસારો જોવા મળ્યો હતો.


વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પીધેલાઓને પકડવાની ચાલતી કડક કાર્યવાહી જોતા 31 ડિસેમ્બરની ઉજવણી માટે સંઘપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશતા વ્યક્તિએ 2020નો છેલ્લો અને 2021નો પહેલો દિવસ જેલમાં વિતાવવો પડશે અથવા તો તેમણે પોતાની મનની મુરાદો મનમાં દબાવીને દમણ કે દાદરા નગર હવેલીમાં આવવાનું માંડી વાળીને ઘરે જ ફટાકડા ફોડવા હિતાવહ છે.

ABOUT THE AUTHOR

...view details