ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હેઠળ દેશમાં અવ્વલ નંબર મેળવવા વાપી પાલિકાએ શહેરમાં મનમોહક ચિત્રો ચિતરાવ્યાં - વાપી પાલિકા

વલસાડ જિલ્લામાં વાપી નગરપાલિકાએ ગત્ત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં 82મો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં 50ની અંદર નંબર મેળવવા વાપી નગરપાલિકાના સત્તાધીશોએ કમર કસી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં આ માટે તમામ મુખ્ય માર્ગોની દિવાલો પર રંગબેરંગી ચિત્રોના પેઇન્ટિંગ સહિત હોર્ડિંગ લગાવવાની અને જનતાનો ફીડબેક મેળવવાનો પ્રયાસ કર્યો છે.

Etv Bharat, Gujarati News, Vapi News
સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હેઠળ દેશમાં અવ્વલ નંબર મેળવવા વાપી પાલિકાએ શહેરમાં મનમોહક ચિત્રો ચિતરાવ્યાં

By

Published : Dec 13, 2020, 12:35 PM IST

  • વાપી નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ માટે ખાસ અભિયાન હાથ ધર્યું
  • પાલિકા વિસ્તારમાં મનમોહક પેઇન્ટિંગ્સ ચિતરાવ્યાં
  • સ્વચ્છતા સર્વેક્ષણ માટે સ્વચ્છતાની અનોખી પહેલ


વાપી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે-ઘરે સ્વચ્છતા જાગૃતિ ફેલાવવાના અભિયાનમાં દેશની તમામ નગરપાલિકાઓને જોડ્યા બાદ તેને સ્વચ્છતા જાગૃતિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવનારા વર્ષ 2021માં વાપી નગરપાલિકા સ્વચ્છતા જાગૃતિમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી શકે તે માટે મનમોહક ચિત્રો, સ્વચ્છતા જાગૃતિના સંદેશા સાથેના હોર્ડિંગ્સ સહિતની કામગીરી હાથ ધરી છે.

સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હેઠળ દેશમાં અવ્વલ નંબર મેળવવા વાપી પાલિકાએ શહેરમાં મનમોહક ચિત્રો ચિતરાવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે
આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વિગતો આપી હતી કે, દેશની 4000 નગરપાલિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા વિશેષ અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં દિવાલો પર વિવિધ મનમોહક ચિત્રો, સ્વચ્છતાના સંદેશાઓના હોર્ડિંગ્સ સહિતની કામગીરી હાથ ધરી છે.
શહેરમાં હોર્ડિંગ્સ લગાવી સ્વચ્છતા સંદેશા આપ્યા
પાલિકા વિસ્તારમાં શહેરીજનો સ્વચ્છતાને પ્રાધાન્ય આપે તે માટે સૂકા ભીના કચરાને અલગ કરીને આપવા અપીલ કરી છે. શહેરી વિસ્તારમાં સ્વચ્છતા સંદેશાઓના ખાસ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. દેશની નગર પાલિકાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકા સારો નંબર પ્રાપ્ત કરે તે માટે વિવિધ ટીમો દ્વારા જનતાનો ફીડબેક મેળવવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત્ત વર્ષે 82મો નંબર હતો
ગત્ત વર્ષે દેશની તમામ નગરપાલિકાઓમાં સ્વચ્છતા બાબતે વાપીનો નંબર 82 હતો, ત્યારે આ વખતે 50 ની અંદર નંબર આવે તે માટે પાલિકાના સત્તાધીશોએ કમર કસી હોવાનું પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું.
મનમોહક ચિત્રોની શહેરીજનોએ પણ સરાહના કરી
ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ ઉત્કૃષ્ઠ સિદ્ધિ મેળવવા લોકો પણ જાગૃતિ દાખવે, સ્વચ્છતા બાબતે સહકાર આપે તેવી અપીલ પાલિકા પ્રમુખે કરી છે. તો શહેરીજનો પણ નગરપાલિકાની રંગબેરંગી ભીંતચિત્રોની કામગીરીની સરાહના કરી રહ્યા છે. આશા રાખીએ કે, વાપી નગરપાલિકા પોતાની સ્વચ્છતા અભિયાનની અવ્વલ નંબરની નેમ પૂરી કરી શકે.

ABOUT THE AUTHOR

...view details