વાપીઃ આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની તમામ 4,416 નગર પાલિકા જોડાઈ હતી. જ્યારે ગુજરાતની 156 નગર પાલિકા જોડાઈ હતી. MoHUA દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વાપી નગર પાલિકાનો નેશનલ લેવલે 102મો ક્રમ તથા ગુજરાત રાજયમાં તમામ નગર પાલિકા વાપી નગર પાલિકાનો પ્રથમ ક્રમ આવ્યો છે. આ સિદ્ધિ મેળવ્યા બાદ વાપી નગર પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અને ચિફ ઓફિસર શૈલેષ પટેલે ઈટીવી ભારત સાથે વાતચીત કરી છે.
સતત સાત વર્ષથી પ્રથમઃ સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં સર્ટિફિકેશન Criteria માં ગુજરાત રાજયની તમામ નગર પાલિકાઓમાં વાપી નગર પાલિકાએ Garbage Free City કેટેગરીમાં 1 STAR મેળવ્યો છે. જ્યારે Open Defecation Free City માં ODF++ રેન્ક મેળવ્યો છે. વાપી નગર પાલિકા આ સિદ્ધિનો શ્રેય પાલિકાના સફાઈ કર્મચારીઓ, સેનેટરી ઇન્સ્પેકટર્સ સહિત વાપીના તમામ નાગરિકોને આપે છે. વાપી નગર પાલિકા સતત 6 વર્ષથી સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવી રહી છે. આ વર્ષે પણ વાપી નગર પાલિકાએ સતત 7મા વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે.
સ્વચ્છતા ઝુંબેશથી સિદ્ધિઃ વાપી નગર પાલિકા વિસ્તારમાં એજન્સી દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવે છે. જેમાં અંદાજિત 340 સફાઈ કર્મચારીઓ સફાઈની કામગીરી કરે છે. પાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર કલેક્શન, વોટર બૉડીઝ ક્લિનિંગ, લેગસી વેસ્ટ, ફ્રેશ વેસ્ટ સેગ્રીગેશન જેવી તમામ કેટેગરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોમાં સ્વચ્છતા જાગૃતિ આવે એ માટે શેરી નાટકો, સ્થાનિક નેતાઓ, રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈની આગેવાનીમાં, પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓની આગેવાનીમાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમો યોજાયા હતા. જેના પરિણામ સ્વરૂપે આ સિદ્ધિ મળી છે.