ગુજરાત

gujarat

ETV Bharat / state

Vapi Murder Case: વાપીમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા, પોલીસે કરી એક યુવકની ધરપકડ - Vapi GIDC Police

શનિવારે સાંજે વાપી (Vapi Murder Case) ચાર રસ્તા પાસે એક યુવક પર કુહાડી વડે હુમલો કર્યા બાદ ઘાયલ યુવક મોતને ભેટ્યો (young man was killed by an ax) હતો, આ ચકચારી ઘટનામાં કૌટુંબિક અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં (Vapi police investigation) બહાર આવ્યા બાદ પોલીસે હત્યા કરનાર એક યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Vapi Murder Case: વાપીમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા, પોલીસે કરી એક યુવકની ધરપકડ
Vapi Murder Case: વાપીમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા, પોલીસે કરી એક યુવકની ધરપકડ

By

Published : Dec 6, 2021, 9:43 AM IST

  • વાપીમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા
  • કૌટુંબિક ઝઘડામાં કરાઈ હત્યા
  • પોલીસે CCTV ફુટેઝ આધારે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી

વાપી :- વાપીમાં શનિવારે (Vapi Murder Case) રહેમાન અલી ઉર્ફે સલમાન નામના શખ્સ પર 3 લોકોએ હુમલો કર્યો હતો, જેમાં હુમલો કરનાર મહમદ સઈદ નામના શખ્સેં રહેમાન અલી પર કુહાડીના ગંભીર ઘા કર્યા હોવાથી યુવકનું સારવાર દરમિયાન મોત (young man was killed by an ax) નીપજ્યું હતું, જ્યારે આ ઘટનામાં વાપી પોલીસે CCTV ફુટેઝ આધારે હત્યારાની (Vapi police investigation) ઓળખ કરી મુખ્ય હત્યારો એવા મહમદ સઈદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Vapi Murder Case: વાપીમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા, પોલીસે કરી એક યુવકની ધરપકડ

મૃતકનો યુપીમાં કૌટુંબિક બહેન સાથે ઝઘડો થયો હતો

વાપી પોલીસે આ ઘટનામાં તાત્કાલિક તપાસ હાથ ધરી આસપાસના CCTV ફુટેઝ એકઠા કરી ગણતરીની કલાકોમાં જ હુમલો કરનાર મહમદ સઈદની ધરપકડ કરી હતી, જેની પોલીસ તપાસમાં મળેલી વિગતો મુજબ મૃતક થોડા દિવસ પહેલા તેમના ગામ ઉત્તરપ્રદેશના બહેરાઈચ જિલ્લાના હતીનસી ખાતે ગયો હતો, ત્યારે ત્યાં આ હુમલો કરનાર શખ્સની બહેન અને માતા સાથે ઝઘડો કર્યો હતો.

પિતા-પુત્રે ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો

ઝઘડાની અદાવત રાખી યુપીથી પરત આવેલ રહેમાન અલી ઉર્ફે સલમાન પર કુહાડી વડે ખાતક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ આ સમગ્ર મામલે મૃતક યુવકના ભાઈએ વાપી GIDCમાં નોંધાવેલ ફરિયાદ મુજબ હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી આગળની તપાસ વાપી GIDC પોલીસે હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે મૃતક અને હત્યા કરનાર યુવક એક જ સમાજના અને કૌટુંબીક ભાઈઓ છે.

આ પણ વાંચો:એકતરફી પ્રેમમાં પાગલ યુવક સૂઈ રહેલી યુવતી પર એસિડ ફેંકીને ફરાર

આ પણ વાંચો:કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો

ABOUT THE AUTHOR

...view details