ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી પાલિકાએ ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓના સમારકામ માટે 10 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરી

વાપીમાં ચોમાસા બાદ બિસ્માર બનેલા રસ્તોનું અને ગટરનું સમારકામ હાથ ધરાયું છે. વાપી નગરપાલિકાના 10 જેટલા વિસ્તારના રસ્તાઓ-ગટર માટે 10 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથ ધરી છે. જે દિવાળી સુધીમાં પૂર્ણ કરી બાકીના કામ દિવાળી બાદ હાથ ધરાશે.

વાપી નગરપાલિકાએ ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓના સમારકામ માટે 10 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરી
વાપી નગરપાલિકાએ ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓના સમારકામ માટે 10 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરી

By

Published : Nov 2, 2020, 7:13 PM IST

  • વાપીમાં 10 કરોડના ખર્ચે ગટર અને રસ્તાના કામ હાથ ધરાયાં
  • પાલિકા વિસ્તારના 10 જેટલા વિસ્તારમાં કામો શરૂ કર્યા
  • પાલિકા પ્રમુખે કોરોના મહામારી, દિવાળી પર્વને અનુલક્ષીને જનતાને શિસ્ત અને સંયમ રાખવા અપીલ કરી

    વાપી : વાપીમાં ચોમાસા દરમિયાન પાલિકા વિસ્તારના મુખ્ય તમામ રસ્તાઓ બિસ્માર બન્યાં છે. જેની મરામત કામગીરી નગરપાલિકાએ શરૂ કરી છે. વાપી નગરપાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ કુલ 10 કરોડના ખર્ચે પાલિકા વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને ગટરના કામ હાથ ધર્યા છે. 10 કરોડના ખર્ચે રસ્તા-ગટરના કામ શરૂ કર્યા છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં વાપી મુખ્ય બજાર, છરવાડા રોડ, કોપરલી રોડ, હરિયાપાર્ક રોડ, દાદરીમોરા રોડ, ખડકલા રોડ, મુક્તાનંદ માર્ગ સહિતના મુખ્ય માર્ગો અને ગટરના કામ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરાવી કામગીરી હાથ ધરી હોવાનું વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું.
    સામાન્ય સભામાં સત્તા પક્ષના જ નગરસેવકો અને વિપક્ષે બળાપો ઠાલવ્યો હતો


  • ચોમાસા બાદ રસ્તાઓ બિસ્માર બન્યાં હતાં

    વાપીમાં ચોમાસા બાદ તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. જેને રીપેરીંગ કરવાની કે નવા બનાવવાની માગ લોકોમાં ઉઠી હતી. સાથે જ કેટલાક વિસ્તારોમાં ગટરની સમસ્યા હતી. જેને નિવારવા નગરપાલિકાએ 10 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથ ધરી છે. દિવાળી બાદ પણ નવા કામો હાથ ધરાશે. તહેવારોની ઉજવણી સાથે કોરોના મહામારી અંગે પણ જનતા સાવચેત રહે. પાલિકા પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ 10 કરોડના કામ દિવાળી પહેલાં પૂરા કરવામાં આવશે. દિવાળી બાદ બીજા નવા કામોની જાહેરાત કરી તેની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રમુખે એ સાથે દિવાળી તહેવારોમાં લોકો કોરોના મહામારીને ધ્યાને રાખી પૂરતી કાળજી સાથે બજારમાં ખરીદી કરવા નીકળે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને રોશનીના પર્વની સંયમ-શિસ્ત સાથે ઉજવણી કરે તેવી અપીલ કરી હતી.
    વાપી મુખ્ય બજાર, છરવાડા રોડ, કોપરલી રોડ, હરિયાપાર્ક રોડ, દાદરીમોરા રોડ, ખડકલા રોડ, મુક્તાનંદ માર્ગ સહિતના મુખ્ય માર્ગોનું સમારકામ થશે

  • બિસ્માર રસ્તા, ગટરનો મુદ્દો સામાન્ય સભામાં ગાજ્યો હતો

    ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકા વિસ્તારમાં બિસ્માર માર્ગોને લઈને હાલમાં જ યોજાયેલ સામાન્ય સભામાં સત્તા પક્ષના જ નગરસેવકો અને વિપક્ષે બળાપો ઠાલવ્યો હતો. જેને ધ્યાને રાખી પાલિકાએ તાત્કાલિક ધોરણે રસ્તાઓના અને ગટરના કામો શરૂ કર્યા છે. જેને નગરજનોએ પણ આવકારદાયક ગણાવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details