- વાપીમાં રવિવારે 129 મતદાન બુથ પર મતદાન
- વાપી પાલિકાની ચૂંટણી માટે મતદાન
- મતદાન મથક પર ટુકડીઓ રવાના કરાઈ
વાપી :- વાપી નગરપાલિકા ચૂંટણીનું ( Vapi municipal elections 2021 ) 28મી નવેમ્બરે મતદાન ( Polling for Vapi municipal elections dates ) છે. ત્યારે મતદાન બુથ પર EVM સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી (Election Materials) બુથ પર નિમાયેલ સ્ટાફને સુપ્રત કરવામાં આવી હતી. વાપીની ખંડુભાઈ દેસાઈ PTC કોલેજ ખાતે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ બુથ દીઠ ટુકડીઓનું ફોર્મેશન કરી ઝોનલ સુપરવાઈઝર દ્વારા રવાના કરવામાં આવી હતી.
28 નવેમ્બરે યોજાશે મતદાન
28મી નવેમ્બરે વાપી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 માટે મતદાન ( Polling for Vapi municipal elections dates ) યોજાવાનું છે. જે માટે વાપીની ખંડુભાઈ દેસાઈ PTC કોલેજ ખાતે 129 મતદાન મથકો ઉપરની મતદાન ટુકડીઓને ફોર્મેશન અને મતદાન મથકોના EVM સહિત ચૂંટણીલક્ષી સામગ્રી (Election Materials) સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે ચૂંટણી અધિકારી એસ. ડી. પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે તમામ 129 મતદાન મથક માટે ટીમોનું ફોર્મેશન કરી ટીમને રવાના કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેઓ તેમને સોંપેલ મતદાન મથકોનો હવાલો લેશે. જે બાદ 28મી નવેમ્બરે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.
પૉલિંગ બુથ માટે આટલો સ્ટાફ સજ્જ રહેશે
આ મતદાન પ્રક્રિયામાં ( Vapi municipal elections 2021) બુથ મુજબ એક પ્રિ-સાઇડિંગ ઓફિસર, એક આસિસ્ટન્ટ પ્રિ-સાઇડિંગ ઓફિસર, લેડીઝ પૉલિંગ ઓફિસર, અધર પોલિંગ ઓફિસર, એક પટાવાળો અને એક પોલીસ જવાન સાથે કુલ 6ની ટુકડીઓમાં ઝોનલ ઓફિસર દ્વારા બસ મારફતે રવાના કરવામાં આવ્યા છે.