- વાપીમાં આમ આદમી પાર્ટીની ( AAP ) જાહેરસભા
- Delhi AAP MLA Naresh Yadav એ જાહેરસભાને સંબોધન કર્યું
- યુપીમાં ગઠબંધનની વાતને નકારી પાર્ટી સ્વતંત્ર ચૂંટણી લડશે તેમ જણાવ્યું
- વાપીમાં ઇતિહાસ રચાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
વાપી :- વાપીમાં વોર્ડ નંબર 7ના ગીતાનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે દિલ્હીના ધારાસભ્ય નરેશ યાદવે ( Delhi AAP MLA Naresh Yadav ) જનસભાને સંબોધી હતી. જેમાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ( Vapi municipal elections 2021 ) મતદાનના દિવસે ઝાડુના બટનને દબાવી આપના ઉમેદવારને એક મોકો આપવા અપીલ કરી હતી. નરેશ યાદવે ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ( AAP ) પાર્ટી અન્ય પાર્ટીની જેમ ધર્મ-જાતિની નહીં પરંતુ કામની રાજનીતિ કરે છે.
વાપીમાં બુધવારે દિલ્હીના આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવે ( Delhi AAP MLA Naresh Yadav ) વાપી નગરપાલિકાની ચૂંટણી ( Vapi municipal elections 2021 ) લડી રહેલા ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. વાપીમાં વોર્ડ નંબર 7માં ગીતાનગર વિસ્તારમાં તેમણે એક જાહેર સભાને સંબોધન કરી આપ પાર્ટીના ( AAP ) ઉમેદવારોને આ નગરપાલિકાની ચૂંટણીમાં ( Vapi municipal elections 2021 ) વિજય બનાવવા અપીલ કરી હતી. નરેશ યાદવે પોતાના સંબોધનમાં દિલ્હી મોડેલની , અરવિંદ કેજરીવાલની સરકારે કરેલા વિકાસના કામોની ગાથા વર્ણવી દિલ્હી મોડેલની ( Delhi model ) રૂપરેખા આપી હતી. તો, BJP-Congress પર ચાબખા માર્યા હતાં.
વાપીમાં ગણતરીની સીટ પર જ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે
આ પ્રસંગે નરેશ યાદવે ( Delhi AAP MLA Naresh Yadav ) મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આપ ( AAP ) પાર્ટી જે પણ રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. ત્યાં દિલ્હી મોડેલની ( Delhi model ) ચર્ચા થાય છે. લોકો તેને પસંદ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓની જેમ ધર્મ-જાતિની રાજનીતિ નથી કરતી. આમ આદમી પાર્ટી શિક્ષણ, વીજળી, સ્વાસ્થ્યની વાત કરે છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર આ ઉપરાંત મહિલાઓ માટે ફ્રી બસ સેવા, તીર્થયાત્રા જેવી સવલતો આપી રહી છે. વાપીમાં આ શરૂઆત છે. આવનારા દિવસોમાં તમામ ચૂંટણીમાં તેમના ઉમેદવારો ઉભા રહેશે.
યુપીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથીઃ Delhi AAP MLA Naresh Yadav
નરેશ યાદવે વધુમાં યુપીની ચૂંટણી ( up election 2022 ) અંગે જણાવ્યું હતું કે ત્યાં આમ આદમી પાર્ટીનું કોઈ પક્ષ સાથે ગઠબંધન નથી. દરેક રાજ્યમાં આમ આદમી પાર્ટી ( AAP ) પોતે જ ચૂંટણી લડી રહી છે. યુપીના પ્રભારી સંજય સિંહ છે. અને તેની સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ( Akhilesh Yadav ) સાથે મુલાકાત બાદ જે ગઠબંધનની વાત ચર્ચાઈ રહી છે. તે અંગે સંજય સિંઘ કેજરીવાલની સહમતિ બાદ નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું.