ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીના વધતા વ્યાપને કારણે રવિવારે વાપીના બજારો રહેશે સ્વયંભૂં બંધ

કોરોનાની વૈશ્વિક મહામારીના બીજા રાઉન્ડમાં ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે. વલસાડ જિલ્લામાં પણ સતત કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે વલસાડ કલેકટરે વાપી સહિતના શહેરોના નાગરિકોને રવિવારે એક દિવસ તમામ બજારો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી છે. જેને ધ્યાને રાખી વાપી નગરપાલિકાના પ્રમુખે પણ વાપીના નગરજનોને આ અપીલમાં જોડાવા આહવાન કર્યું છે.

lockdown
કોરોના મહામારીના વધતા વ્યાપને કારણે રવિવારે વાપીના બજારો રહેશે સ્વયંભૂં બંધ

By

Published : Apr 10, 2021, 2:47 PM IST

  • વાપીમાં 23 કોરોના કેસ સક્રિય
  • વાપીની તમામ બજારો રવિવારે રહેશે સ્વયંભૂં બંધ
  • પાલિકા પ્રમુખ અને કલેકટરે કરી અપીલ

વાપી :- વલસાડ જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. વાપીમાં હાલ 23 કેસ એક્ટિવ કેસ છે. જેને ધ્યાને રાખી નગરપાલિકા પ્રમુખે રવિવારે તમામ બજારો સ્વયંભૂં બંધ રાખવા નગરજનોને આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વલસાડ કલેકટરે જિલ્લાના નગરજનોને રવિવારે સ્વયંભૂં બંધ પાળવા અપીલ કરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ


કોરોના વાયરસ પેટર્ન બદલાઈ છે

કોરોનાના બીજા રાઉન્ડમાં વાયરસની પેટર્ન બદલાઈ છે. જેને કારણે આ ચેપી વાયરસ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. હાલ વલસાડ જિલ્લામાં કલેકટરના આદેશને ધ્યાને રાખી રાત્રીના 8 થી સવારના 8 સુધી રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. એ ઉપરાંત વધતા કેસને નાથવા આગામી રવિવારે શહેરની તમામ બજારોને સ્વૈચ્છીક બંધ રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : વડોદરામાં ગઈકાલે બુધવારે 385 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા


પાલિકા પ્રમુખે લોકોને સલામતી જાળવવા સલામત રહેવા અપીલ કરી

જે અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ નગરજનોએ આ અપીલમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમજ વાપીમાં હાલ 23 કોરોના પોઝિટિવ કેસ સક્રિય હોય લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનેટાઇઝર નો ઉપયોગ કરવા અને ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રહી સલામતી જાળવવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details