ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન 2 સપ્તાહ લંબાયું, વાપીમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ - covid-19 in vapi

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને ફેલાતી રોકવા લાગુ કરેલ લોકડાઉન અંતર્ગત વાપી પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરી લોકોને ઘરમાં રહેવા તાકીદ કરવામાં આવી રહ્યું છે.

etv bharat
વાપી : લોકડાઉન 2 સપ્તાહ લંબાતા, પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ

By

Published : May 1, 2020, 10:18 PM IST

વાપી: દેશભરમાં લાગુ કરેલ લોકડાઉનમાં 3મેએ પૂરુ થનાર લોકડાઉન 2 સપ્તાહ લંબાવ્યું છે. હવે 17મી મે સુધી લોકડાઉન રહેવાનું છે. જેથી વાપીમાં દરરોજ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ઠેરઠેર નાકાબંધી કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા વડે પણ આકાશમાંથી શહેર પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે પોલીસ વાહનો દ્વારા તમામ વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર સાયરન સાથે પેટ્રોલિંગ કરી લોકોને ઘરમાં રહેવા તાકીદ કરવામાં આવી રહી છે.

વાપી : લોકડાઉન 2 સપ્તાહ લંબાતા, પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ

શુક્રવારે પણ સાંજે ટ્રાફિક પોલીસ અને વાપી ટાઉન પોલીસ મથકના સ્ટાફ દ્વારા કાર મોટર સાયકલ પર સાયરન વગાડી ગીતાનગર, ગોદાલ નગર, કોલીવાડ સહિતના વિસ્તારોમાં અને વાપી ટાઉન વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ યોજ્યું હતું. પેટ્રોલિંગ દરમ્યાન લોકડાઉનનો ભંગ કરનારાઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે તમામને લોકડાઉનનું પાલન કરવા માસ્ક પહેરી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા જણાવ્યું હતું.

વાપી : લોકડાઉન 2 સપ્તાહ લંબાતા, પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ

ABOUT THE AUTHOR

...view details