કોવિડ-19: વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં 1.70 કરોડનું દાન કર્યું - કોવિડ 19 ન્યૂઝ
દેશમાં વધી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકો તરફથી દાનની સરવાણી વહી રહી છે. જેમાં મુખ્યપ્રધાન રિલીફ ફન્ડમાં વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રૂપિયા 1 કરોડ 70 લાખના માતબર દાનનો ચેક ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વલસાડ કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો.

વાપીઃ દેશમાં વધી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકો તરફથી દાનની સરવાણી વહી રહી છે. જેમાં મુખ્યપ્રધાન રિલીફ ફન્ડમાં વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રૂપિયા 1 કરોડ 70 લાખના માતબર દાનનો ચેક ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વલસાડ કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો.
વાપીના ઉદ્યોગોએ ધારાસભ્ય કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા, ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલ, માનદમંત્રી સતીશ પટેલ, માનદ સહમંત્રી હેમાંગ નાયક અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ યોગેશ કાબરિયા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેમ્બરોએ સાથે મળી વલસાડ જિલ્લાના કલેકટર સી. આર ખરસાણને ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં રૂપિયા 1 કરોડ 70 લાખ જેટલી માતબર રકમ આપવામાં આવી છે.