વલસાડમાં એક સપ્તાહમાં 12થી 25 ઇંચ વરસાદ, કલેક્ટરે ગણેશ વિસર્જકોને કરી અપીલ - વલસાડ
વાપી: વલસાડ જિલ્લામાં ગત મંગળવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે સર્વત્ર જનજીવન ઠપ્પ થયું છે. એક સપ્તાહમાં જિલ્લાના દરેક તાલુકામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં સરેરાશ 12 થી 25 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદ દરમિયાન ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. વલસાડ કલેકટરે લોકોને સાવચેતીથી ગણેશ વિસર્જન કરવા અને નદી નાળાથી દૂર રહેવા અપીલ કરી છે.
વલસાડ જિલ્લામાં એક સપ્તાહમાં 12થી 25 ઇંચ વરસાદ વરસ્યો, કલેક્ટરે ગણેશ વિસર્જકોને કરી અપીલ
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં વાપીમાં 25 ઇંચ વરસાદ વરસ્યો છે. સેલવાસના ખાનવેલમાં અને વલસાડમાં 18 ઇંચ, પારડી તાલુકમાં 19 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદ વચ્ચે જ ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હોય ગણેશ વિસર્જન દરમિયાન હજુ 2 દિવસ વરસાદી જોર રહેશે, તમામે સાવધાની રાખી ગણેશ વિસર્જન કરવું અને નદી નાળાથી સલામત અંતર રાખવું તેવું વલસાડ કલેકટર સી. આર. ખરસાણે જણાવ્યું હતું.