ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાંથી પ્રવાસી કામદારોની વતન વાપસી માત્ર 20 ટકા, ઉદ્યોગો માટે કોઈ મુશ્કેલી નથી

વાપીમાં આવેલી 4000 જેટલી ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત ગુંદલાવ, સરીગામ, ઉમરગામ GIDCમાંથી હાલ હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો વતન જઈ રહ્યા છે. જેને કારણે ઉદ્યોગોમાં કામદારોની ઘટ વર્તાવાની વાત વહેતી થયેલી ચર્ચાને વાપીના ઉદ્યોગપતિઓ સામાન્ય ગણી રહ્યા છે. દર વર્ષે આ સમયગાળામાં લગ્નપ્રસંગો, વેકેશન, જેવા તહેવારને લઈને આ વતન વાપસી થતી હોવાનું જણાવી ઉદ્યોગોમાં કોઈ કામદારોની ઘટ નહીં સર્જાય તેવું જણાવ્યું હતું.

વલસાડના વાપીમાંથી પ્રવાસી કામદારોની વતન વાપસી માત્ર 20 ટકા, ઉદ્યોગો માટે કોઈ મુશ્કેલી નથી
વલસાડના વાપીમાંથી પ્રવાસી કામદારોની વતન વાપસી માત્ર 20 ટકા, ઉદ્યોગો માટે કોઈ મુશ્કેલી નથી

By

Published : May 13, 2020, 5:28 PM IST

વલસાડઃ કોરોના મહામારી અને લોકડાઉનમાં વલસાડ જિલ્લામાંથી હજારો શ્રમિકો પોતાના વતન જઇ રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લાની વાપી ઔદ્યોગિક વસાહત, ગુંદલાવ, સરીગામ, ઉમરગામ GIDCમાં ખૂબ મોટાપાયે કામદારોની ઘટ વર્તાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે જ્યારે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતીશ પટેલ સાથે વાત કરી તો કેટલીક મહત્વની જાણકારી મળી હતી.

વલસાડના વાપીમાંથી પ્રવાસી કામદારોની વતન વાપસી માત્ર 20 ટકા, ઉદ્યોગો માટે કોઈ મુશ્કેલી નથી

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલમાં GIDCમાં કામ કરતા કર્મચારીઓમાંથી 20 ટકા જેટલા કર્મચારીઓ પોતાના વતન નીકળી ચૂક્યા છે કે નીકળી રહ્યા છે. તેનાથી ઉદ્યોગોને પ્રોડક્શનમાં કોઈ જ તકલીફ ઊભી થવાની નથી. કારણ કે દર વર્ષે GIDCમાં કામ કરતા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડના પ્રવાસી કામદારો પોતાન વતન જતા હોય છે. આ સમયગાળો લગ્નપ્રસંગોનો, વેકેશનનો અને રમઝાન જેવા તહેવારોનો ગાળો છે. એટલે કામદારો વતન જતા હોય છે. એ જ પ્રમાણે હાલમાં પણ કામદારો વતન ગયા છે. હા આ વખતે તેમનું મુખ્ય કારણો લોકડાઉન અને રોજગારી વિના દિવસો પસાર કરવાના છે.

આ પ્રવાસી મજૂરો અહીં રોકાવાને બદલે પોતાના વતન જઇ રહ્યા છે. તેમ છતાં આ લોકો લોકડાઉન દરમિયાન પરેશાન ના થાય કોરોના મહામારીનો ભોગ ના બને તે માટે વહીવટીતંત્રને, ઉત્તર ભારતીય સમાજના આગેવાનોને સાથે રાખી ઉદ્યોગકારોએ ખાસ ચર્ચાઓ કરી કામદારોને બનતી મદદ આપવાની ખાતરી આપી છે.

તો, જે કામદારો-કોન્ટ્રાક્ટરો છે. તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા અને ઉદ્યોગોને સહયોગ આપવા અપીલ કરી છે. હાલ વધારાનું બોનસ આપવા માટે પણ ઉદ્યોગકારોએ ખાતરી આપી છે. નોકરી રોજગાર માટે ખાતરી આપી છે, જેમાં 100 ટકા સફળતા મળી હોવાનું વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને જણાવ્યું હતું.

જો કે ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ભલે કહેતું હોય કે, પરપ્રાંતીય કામદારોની વતન વાપસી સામાન્ય છે. પરંતુ જે રીતે શ્રમિકો વતન જવા અધીરા બન્યા છે. તે જોતા આ કામદારો આગામી 6 માસ સુધી પરત આવવાના મૂડમાં નથી અને કોરોના મહામારીનું લોકડાઉન હાલમાં નહી તો 2 મહિના પછી પણ ઉદ્યોગો માટે મુસીબતના મંડાણ કરી કામદારોના ઘટની અસર બતાવશે એ ચોક્કસ છે.

ABOUT THE AUTHOR

...view details